સુરત : અમેરિકાની સરકારે પોતાની બેંકોના માધ્યમથી સુરત અને મુંબઈની ડાયમંડ કંપનીનું 26 મિલિયન ડોલરનું પેમેન્ટ ફ્રીઝ કરી દીધું છે. જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. ત્યારથી જ અમેરિકાએ રશિયાની અનેક કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. જેમાંથી એક રફ ડાયમંડ સપ્લાય કરતી અલરોઝા કંપની પણ છે.
ફંડ ટ્રાન્સફર અમેરિકા અટકાવી રાખ્યા : અલરોઝા કંપનીથી ભારતના હીરા વેપારીઓ રફ ડાયમંડ ખરીદતા હોય છે. રશિયામાંથી રફ હીરાની આયાતમાં કથિત રીતે સંડોવણી મામલે ડાયમંડ જ્વેલરી કંપનીઓના ફંડ ટ્રાન્સફર અમેરિકા અટકાવી રાખ્યા છે. આ અંગે સુરત હીરા ઉદ્યોગકારો કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરશે.
26 મિલિયન યુએસ ડોલરનું પેમેન્ટ બ્લોક : સુરત અને મુંબઈની ડાયમંડ જ્વેલરી કંપનીઓના કથિત રશિયા સાથે ડાયમંડ આયાત કનેક્શનને લઈ અમેરિકાએ ભારતીય હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 24 જેટલી કંપનીના 26 મિલિયન યુએસ ડોલરનું પેમેન્ટ બ્લોક કર્યું છે. રશિયાની આલરોઝા કંપની સાથે કથિત રીતે જોડાણને કારણે અમેરિકાએ આ પગલું ભર્યું છે. યુએસ ટ્રેઝરીની પ્રતિબંધ અમલીકરણ એજન્સી ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ ( OFAC) તરફથી તપાસ પણ થઈ રહી છે. આ કંપનીઓ દ્વારા કરવામાં આવતી ડોલરની ચુકવણી હવે થઈ શકી નથી.
રશિયા પાસેથી રફની ખરીદી : સુરત અને મુંબઈના ઉદ્યોગકારો રશિયા પાસેથી રફની ખરીદી કરતા હોય છે. કેટલીક રફ ડાયમંડ કંપની ઉપર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાને આશંકા છે કે લાસવેગાસમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા જ્વેલરી શોમાં પણ રશિયન ઓરીજન રફ ડાયમંડથી તૈયાર ડાયમંડ જ્વેલરી પણ રજૂ કરવામાં આવ્યું હતું. અલરોઝા કંપનીનો 29 ટકા રફ ડાયમંડ સપ્લાય કરતી હતી.
જ્યારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારથી અમેરિકાએ રશિયાની અનેક કંપનીઓ ઉપર આર્થિક પ્રતિબંધ મૂક્યો છે. અમે જ્યારે ભારતની વાત કરીએ ત્યારે રશિયાની અલરોઝા કંપની 29 ટકા રફ ડાયમંડ સપ્લાય કરતી હતી. પ્રતિબંધના કારણે બેલ્જિયમ અને દુબઈથી ભારતની કંપનીઓ અલરોઝા કંપની પાસે પેમેન્ટ ચૂકવવા માટે પ્રક્રિયા ચાલતી જ હતી. પરંતુ એક વર્ષ અગાઉ દુબઈ મારફતે અલરોઝા કંપનીને ચૂકવવામાં આવ્યું હતું. કોઈપણ પેમેન્ટ ડોલરથી થાય ત્યારે વાયા અમેરિકાથી પાસ થાય છે. આર્થિક પ્રતિબંધના કારણે અમેરિકાએ આ પેમેન્ટ રદ કરી દીધું છે... દિનેશ નાવડીયા (જીજેઈપીસીના પૂર્વ પ્રેસિડેન્ટ)
214 કરોડ રૂપિયા ફ્રીઝ કરી દીધા : તેઓએ સાથે જણાવ્યું હતું કે આ જે 23 કંપનીઓ છે ભારતીય અને બેલ્જિયમની છે. કંપનીઓના 214 કરોડ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે. અમેરિકન સરકારે બેંકોના માધ્યમથી આ કાર્યવાહી કરી છે. આ બાબતે એન્ડડ્રોપ સ્થિત ત્યાંના એક વેપારી કિશોરભાઈ સાથે પણ મારી વાત થઈ છે જ તેમનું પણ પેમેન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. તેઓએ પણ લિસ્ટ આપ્યું છે એ આધારે અમે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીશું. ડાયમંડ એસોસિએશનના મારફતે આ ચર્ચા આગળ વધારીશું આ અંગે અમે બેઠક યોજી છે.