ETV Bharat / state

Surat Navratri Trends : સુરતમાં નવરાત્રી જ્વેલરી ટ્રેન્ડમાં પ્યોર બ્રાઝમાં તૈયાર હેન્ડમેડ જ્વેલરી સહિત આ છે ડિમાન્ડ, કિમત પણ પોસાય એવી - જલ્પા ઠક્કર

સુરતમાં નવરાત્રીમાં ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે. આ વખતે પ્યોર બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઈટ વેટ જ્વેલરીની સૌથી વધારે માંગ છે.

Surat Navratri Trends : સુરતમાં નવરાત્રી જ્વેલરી ટ્રેન્ડમાં પ્યોર બ્રાઝમાં તૈયાર હેન્ડમેડ જ્વેલરી સહિત આ છે ડિમાન્ડ, કિમત પણ પોસાય એવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 3:48 PM IST

સુપર લાઈટ વેટ જ્વેલરી

સુરત : સુરતમાં નવરાત્રીની તૈયારીઓ હાલ ચાલી રહી છે અને સૌથી વધારે જ્વેલરી ડિઝાઇન પર સૌની નજર છે. પ્યોર બ્રાઝમાં તૈયાર થયેલ સુપર લાઈટ વેટ પર કારીગરોએ હાથથી દેવી દેવતાઓના ચિત્ર ઉકેર્યાં છે. જેમાં શિવપાર્વતી અને ગણેશની પ્રતિકૃતિ સ્પષ્ટપણે જોવા મળે છે આ સાથે જર્મન સિલ્વર જ્વેલરી ટ્રેન્ડમાં છે. સાથે ફયુઝન જ્વેલરી કે જેમાં મોતી, મિક્સ ધાતુથી તૈયાર અલગ અલગ ડિઝાઇન સહિત મીનાકારી જોવા મળશે.

જર્મન સિલ્વર અને પ્યોર બ્રાઝથી તૈયાર પર્સમાં કચ્છી પેચ

સુપર લાઈટ વેટ જ્વેલરીની માંગ : આ ફ્યુઝન જ્વેલરી સંપૂર્ણપણે હેન્ડમેડ છે જે ખેલૈયાઓને અલગ જ લુક આપશે. જ્વેલરીની સાથોસાથ હેન્ડ પર્સ ઉપર પણ સૌની નજર છે કારણ કે આ જર્મન સિલ્વર અને પ્યોર બ્રાઝથી તૈયાર પર્સમાં કચ્છી પેચ પણ લગાડવામાં છે. નવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે. આ વખતે પ્યોર બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઈટ વેટ જ્વેલરીની સૌથી વધારે માંગ છે. જે સ્ટેટમેન્ટ લુક આપે છે. ગુજરાતના કારીગરો દ્વારા હાથથી આ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે, જે ગોલ્ડન લુક આપે છે અને લાઈટ વેટ હોવાના કારણે ગરબા રમતી વખતે ખેલૈયાઓને કોઈ અડચણ પણ આવશે નહીં.

આ વખતે નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને અમે ડિઝાઇન લોન્ચ કરી છે. પ્યોર બ્રાઝમાં જ્વેલરી ડિઝાઇન કરવામાં આવી છે. જે સુપર લાઈટ વેટ હોય છે જેના કારણે પહેરવામાં પણ મજા આવશે. જે સ્ટેટમેન્ટ લુક આપે છે. અમે આજ વસ્તુ સિલ્વર અને મેટમાં લાવી ચૂક્યા છે. આ વખતે બ્રાઇડ ગોલ્ડમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જે નવરાત્રીમાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જેની કિંમત 2000 રૂપિયાથી શરૂ થાય છે અને 8000 રૂપિયા સુધી હોય છે ખાસ આ સેલિબ્રિટી લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પર્ફોર્મન્સ આપતી વખતે લાઇટ વેઇટ જ્વેલરી હોય તો તેમને પરફોર્મન્સ કરવામાં સહેલું થઈ જાય છે અને સેલિબ્રિટીને જોઈ લોકો પણ આવી જ્વેલરીની ડિમાન્ડ કરી રહ્યા છે... જલ્પા ઠક્કર (જ્વેલરી વિક્રેતા)

ઘૂંઘરું સાથેની જ્વેલરી : તેઓએ જણાવ્યું હતું કે, બ્રાઝ લાઈટ વેટ જ્વેલરી ગુજરાતના જ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે અને હાથથી તૈયાર કરવામાં આવે છે. ડિઝાઇનની વાત કરવામાં આવે તો તેની ડિઝાઇન પર હિન્દુ દેવીદેવતાઓની પ્રતિકૃતિ જોવા મળશે. તેઓ હાથથી આ ડિઝાઇન તૈયાર કરતા હોય છે. અન્ય જ્વેલરીની વાત કરવામાં આવે તો જર્મન સિલ્વર જ્વેલરી લોકો પસંદ કરી રહ્યા છે. ચોકર્સ, ઘૂંઘરું સાથેની જ્વેલરી છે. નવરાત્રી સમયે યુવતીઓ ઘૂંઘરું વાળી જ્વેલરી ખૂબ જ પસંદ કરતી હોય છે. સાથે આ વખતે સૌથી વધારે ટ્રેન્ડમાં ફ્યુઝન જ્વેલરી પણ છે. જેમાં ડ્યુલ ટોન અને કુંદન વર્ક જોવા મળશે.

પરદેશમાં પણ જઇ રહી છે જલ્પા ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે સુરતથી આ ખાસ પ્રકારની ડિઝાઇનવાળી જ્વેલરી વિદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અમેરિકા, કેનેડા લંડન જેવા દેશોમાં પણ આ ખાસ હેન્ડમેન્ટ ડિઝાઇનની જ્વેલરી લોકો પસંદ કરી રહ્યા છે અમે દર આઠવડિયે ચારથી પાંચ પાર્સલ મોકલીએ છીએ. આ સાથે બંજારા અને ઓક્સાઇડાઇઝની જ્વેલરી પણ છે, જે ઓલ ટાઈમ ફેવરિટ હોય છે. આ ખાસ પ્રકારની જ્વેલરીની કિંમત 2000થી શરૂ થાય છે અને 8000 સુધી હોય છે.

  1. જલ્પા ઠક્કરના કારણે ગામડાની 200થી વધારે મહિલાઓને રોજગારીની તક મળી
  2. New Parliament Building : સુરતમાં નવા સંસદ ભવનના આકારમાં જ્વેલરીએ બનાવી હિપહોપ જ્વેલરી, માર્કેટમાં ભારે ડિમાન્ડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.