ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવા મુસ્લિમ બાળકોએ પોતાની જમાપૂંજી આપવાનો નિર્ણય કર્યો - covid -19
કોરોનાની મહામારી વચ્ચે ફરજ બજાવી રહેલા પોલીસને સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા ત્રણ બાળકો પોતાની પીગી બેંક લઈ આપવા માટે પોહચ્યા હતા. બાળકોએ જમા કરેલી ચૌદ હજાર જેટલી રકમ લાલગેટ પોલીસને અર્પણ કરી હતી. પોલીસ માટે સેનેટાઇઝર અને ગરીબ વર્ગના લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા બાળકોએ પોતાની જમાપૂંજી આપવાનો નિર્ણય કર્યો હતો.
સુરત: કોરોનાની મહામારી વચ્ચે ફરજ બજાવી રહેલા પોલીસને સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા ત્રણ બાળકો પોતાની પીગી બેંક લઈ આપવા માટે પોહચ્યા હતા. બાળકોએ જમા કરેલી ચૌદ હજાર જેટલી રકમ લાલગેટ પોલીસને અર્પણ કરી હતી. પોલીસ માટે સેનેટાઇઝર અને ગરીબ વર્ગના લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા બાળકોએ પોતાની જમાપૂંજી આપવાનો નિર્ણય કર્યો હતો.
દેશભરમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. સૌ કોઈ આ મહામારી વચ્ચે તંત્રને મદદ કરવા પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. તેવામાં સુરતના ત્રણ માસુમ બાળકોએ પોતાની જમાપૂંજી પોલીસને અર્પણ કરી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સેવા કરવામાં કોઈ ધર્મ, નાત-જાત નથી હોતી.
પરંતુ સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના ત્રણ માસુમ ભૂલકાઓએ પોતાની જમા પૂંજી લાલગેટ પોલીસને અર્પણ કરી માનવતાની સાથે ભાઈચારા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે. લાલગેટ વિસ્તારના ઇબ્રાહિમ કાપડિયા અને લુઝનેઈ કાપડિયા સહિત ત્રણ બાળકો ગત રોજ મોડી સાંજે લાલગેટ પોલીસ મથક પોતાની પીગી બેંક લઈ પહોંચ્યા હતા. જ્યાં પોલીસ માટે સેનેટાઇઝર અને ગરીબ વર્ગના લોકો માટે ભોજનના ખર્ચ પેટે તેમણે આ પીગી બેંક પોલીસને આપી હતી.
જે પીગી બેંકમાંથી ચૌદ હજાર જેટલી રકમ નીકળતા પોલીસ પણ આ બાળકોની માનવતાને જોઈ એક વખત વિચારમાં પડી ગઈ હતી.