સુરતઃ સુરત શહેરના મોટા વરાછામાં આવેલ ગોપીન ફાર્મ ખાતે ભવ્ય કહી શકાય એવો લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં સુરતના હીરા ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિઓ જોડાયા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તથા SRKKF દ્વારા 70 નવયુગલોના સમૂહ લગ્નનો પ્રસંગ સંપન્ન થયો હતો. આ લગ્ન ઉત્સવ હીરા ઉધ્યોગના જાણીતા બીઝનેસમેન ગોવિંદકાકાએ કરાવ્યા હતા.
આ પણ વાંચોઃ Letter of credit: 4200 ફેરિયાઓને મળી 6.72 કરોડની લોન, CMના હસ્તે એનાયત કરાયા ધિરાણપત્ર
દીકરી-પિતાનું સન્માનઃ આ ઉપરાંત આ લગ્ન ઉત્સવમાં દેશ દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર દીકરીઓ અને તેમના પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિબેન પટેલ, નાની ઉંમરે વર્લ્ડ બેન્ક દ્વારા જેમને નોકરીની ઓફર થઈ છે. તેવી શ્રેયા ઝૂમ્મર, નાસામાં પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીની ધ્રુવી જસાણીનો સમાવેશ થયો હતો. તે ઉપરાંત ગોવિંદકાકા દ્વારા યોજવામાં આવેલ 7માં સમૂહ લગ્નમાં 70 દીકરીઓને 3 લાખથી પણ વધુનું કરિયાવર દેવાયું છે.
650 દીકરા-દીકરીઓના લગ્નનઃ આ પ્રસંગ વિશે વાત કરતા SRK ગ્રુપના પ્રમુખ ગોવિંદ કાકાએ જણાવ્યું કે, SRK તરફ 70 પ્યોર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું.અમારામાં પ્યોર વિવાહ એટલે સમૂહ લગ્નન અમે લોકોએ આ ઉત્સવને SRK પ્યોર વિવાહ નામ આપ્યું છે. દર વર્ષે અમારા જે ફેમિલી મેમ્બરોના દીકરા દીકરીઓ હોય તેમના અમે આ રીતે લગ્નન કરાવતા હોઈએ છીએ. આજ સુધીમાં 650 અમારા દીકરા-દીકરીઓના લગ્નન SRK માં થઈ ગયા છે.
આ પણ વાંચોઃ Surat News : વિધવા પુત્રવધુના લગ્ન કરાવનાર સાસુસસરા વિદાય પર ચોધાર આંસુએ રડી પડ્યાં
પરિવારનો ઉત્સવઃ આ વર્ષે 70 લગ્ન છે. એને અમે પ્યોર વિવાહ નામ આપ્યું છે. એટલે અમે દર વર્ષની જેમ અમારા સ્ટાફ મેમ્બર ફેમિલી મેમ્બર તરીકે આ ઉત્સવ ઉજવીએ છીએ. પ્રભુતામાં પગલાં પડતી દરેક દીકરીઓ માટે 3 લાખ રૂપિયા જેટલી કિંમતનો સામાન કરિયાવરમાં આપવામાં આવ્યો હતો. સમૂહ લગ્નનમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી.
તુલસીની ભેટઃ દરેક મહેમાનોને પવિત્ર તુલસીના છોડની ભેટ આપવામાં આવી હતી. પ્રભુતામાં પગલાં પડતી દરેક દીકરીઓ માટે 3 લાખ રૂપિયા જેટલી કિંમતનો સામાન કરિયાવરમાં આપવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નનમાં દરેક કપલ માટે ખૂબ જ ધામધૂમથી સામૂહિક વરમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી આ આખો માહોલ એવો લાગતો હતો કે, દરેક દીકરીઓ પોતાના ઘર આંગણે જ લગ્નન કર્યા હોય આ સમૂહ વિવાહની નોંધનીય વાત એ હતી કે SRK મેનેજમેન્ટ ટીમને સજોડે કન્યાદાન કરવાનો લહાવો મળ્યો હતો.