સુરતઃ શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં લીજેન્ડસ લીગ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. આ વિવાદ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. આ વિવાદ પર હરભજન સિંઘે હળવી કોમેન્ટ કરી છે. હરભજને કહ્યું કે, " બડે બડે દેશોમેં છોટી છોટી બાતે હોતી રહેતી હૈ..." . જો કે હરભજને ક્રિકેટ પર ધ્યાન આપવા જણાવ્યું હતું અને કહ્યું કે, મેચ સરસ રમાઈ હતી. અમે તેના પર ધ્યાન આપીએ તે જ યોગ્ય છે.
આજે ફાઈનલઃ સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમમાં લીજન્ડસ લીગની આજે ફાઈનલ મેચ છે. આ ફાઈનલ મેચ સુરેશ રૈનાની અર્બન રાઈડર્સ હૈદરાબાદ અને હરભજનની મનીપાલ ટાઈગર વચ્ચે રમાઈ રહી છે. તે સંદર્ભે પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર અને શ્રીસંતના વિવાદ પર પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. તેના જવાબમાં હરભજને જણાવ્યું કે, " બડે બડે દેશોમેં છોટી છોટી બાતે હોતી રહેતી હૈ..." હરભજને હળવી કોમેન્ટ કરીને વાતાવરણ પણ હળવું કરી દીધું હતું.
ગંભીર અને શ્રીસંતનો વિવાદઃ આ લીગ ટૂર્નામેન્ટમાં ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ વચ્ચેની મેચમાં શ્રીસંત અને ગૌતમ ગંભીર વચ્ચે શાબ્દિક લડાઈ થઈ હતી. શ્રીસંતે પોતાને ફિક્સર કહ્યાનો આરોપ પણ ગૌતમ ગંભીર પર લગાડ્યો છે. આ વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
2008નો વિવાદઃ હરભજન અને શ્રીસંત વચ્ચે 2008માં થયેલ વિવાદ પણ ચર્ચાસ્પદ બન્યો હતો. આ વિવાદમાં હરભજને શ્રીસંતને લાફો ઝીંકી દીધો હતો. જેની સજાના ભાગ રુપે હરભજન પર સમગ્ર સીઝન માટે પ્રતિબંધ મુકી દેવાયો હતો. આ વિવાદને યાદ કરીને પણ હરભજને પોતાની ભૂલ થઈ હોવાનું સ્વીકારી લીધું હતું. જેમાં તેમણે કહ્યું કે, સાચો માણસ એ છે કે જે ભૂલ સ્વીકારી લે. ફરીથી તેમણે કહ્યું કે, " બડે બડે દેશોમેં છોટી છોટી બાતે હોતી રહેતી હૈ..."
મારે પણ શ્રીસંત સાથે લડાઈ થઈ હતી. જેમાં મારી ભૂલ છે જે કોઈપણ પ્રકારના સંકોચ વિના હું સ્વીકારી લઉં છું. સાચો માણસ તે જ છે જે પોતાની ભૂલ સ્વીકારી લે છે. ફરીથી એકવાર કહું છું કે " બડે બડે દેશોમેં છોટી છોટી બાતે હોતી રહેતી હૈ..." ...હરભજન સિંઘ(ક્રિકેટર, ભારત)