સુરત : શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. આ વચ્ચે અગ્ર સચિવ જયંતિ રાવીએ આવનાર બે થી ત્રણ અઠવાડિયામાં કોરોનાના કેસો પિક પર રહેવાની વાત કરી હતી. જેના પગલે સુરત જ્વેલર્સ એસોસિએશને આજથી સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી જ શૉ-રૂમ શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે.
લોકડાઉન અને અનલોકમાં ગોલ્ડ જ્વેલરીની ખરીદી થઈ રહી નથી. તો બીજી તરફ સોનાનો ભાવ 50 હજારને પાર કરતા સુરત જ્વેલરી ઉદ્યોગમાં ત્રણ મહિનામાં માત્ર 10 ટકા ખરીદી થઈ છે.
ઓગસ્ટ મહિનાથી તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. પરંતુ ખરીદી કોઈ ખાસ વધારો થઈ રહ્યો નથી. જેથી જ્વેલર્સમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બાજુ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા ગુરૂવારે કામકાજના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે.