ETV Bharat / state

Rajkot Crime News: સુરતના વેપારી પિતા-પુત્ર વિરુદ્ધ છેતરપીંડી અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઈ, કુલ 92 લાખની છેતરપીંડી - સુરતના વેપારી પિતા પુત્ર

જેતપુરના કારખાના દાર પાસેથી લાખોનો માલ લઈ સુરતના વેપારી પિતા પુત્રએ પૈસા ચુકવ્યા નહીં. બાકી નાણાંની ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ સમગ્ર મામલે કારખાનાના મેનેજરે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. Surat Jetpur Cheating Police Complaint

સુરતના વેપારી પિતા-પુત્ર વિરુદ્ધ છેતરપીંડી અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 4:03 PM IST

Updated : Dec 29, 2023, 4:47 PM IST

કુલ 92 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ

રાજકોટઃ જેતપુરમાં આવેલ સાડીના કારખાનામાંથી સુરતના પિતા પુત્રએ માલ ખરીદીને નાણાં ચૂકવ્યા ન હોવાનો મામલો સામે આવ્યો છે. વારંવાર ઉઘરાણી કરતા આ પિતા પુત્રએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ સમગ્ર મામલે સાડીના કારખાના દારે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કારખાના મેનેજરને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઈ

સમગ્ર ઘટનાક્રમઃ જેતપુરના ધોરાજી રોડ પર જયશ્રી ગ્રૂપનું દ્રષ્ટિ ટેક્સટાઈલ નામનું સાડીનું કારખાનું આવેલ છે. આ કારખાનું આશિષ હીરપરા અને જીતુ હીરપરા ચલાવે છે. વર્ષ 2014માં આ કારખાનાની મુલાકાતે સુરતના જગદીશ માંડાણી અને મુકેશ માંડી નામક વેપારી પિતા પુત્ર આવ્યા હતા. આ આરોપીઓ સુરતમાં આલિશાન ક્રિયેશન નામક ડ્રેસ મટીરિયલ્સની દુકાન ચલાવે છે. આ આરોપીઓએ દ્રષ્ટિ ટેક્સટાઈલમાંથી 92, 88,646 રુપિયાનો માલ સમયાંતરે લીધો હતો. જો કે આ માલના બાકી નાણાં લેવાની ઉઘરાણી કરવામાં આવી ત્યારે આરોપીઓએ ઠાગાઠૈયા શરુ કર્યા હતા. આરોપીઓએ ઉઘરાણી કરતા દ્રષ્ટિ ટેક્સટાઈલના મેનેજરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેથી મેનેજર નિલેશ દગીયાએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મોડસ ઓપરેન્ડીઃ આરોપીઓએ અલગ અલગ સમયે માલ ઉપાડીને છેતરપીંડી કરી હતી. વર્ષ 2014માં વિવિધ તારીખોએ આલિશાન ક્રિયેશનના નામે 59,80,239 રુપિયા અને અંબિકા ક્રિયેશનના નામે 13,94,850 રુપિયાનો માલ ઉધારીમાં મંગાવ્યો હતો. આ માલના નાણાંની ચૂકવણી બાકી હતી છતાં વર્ષ 2020માં આરોપીઓએ દ્રષ્ટિ ટેક્સટાઈલમાંથી કોરોનાનું બહાનુ કાઢીને વધુ 19,13,557 રુપિયાનો માલ દીપમાલા ક્રિયેશનના નામે ઉધારીમાં લીધો. જ્યારે આ નાણાંની દ્રષ્ટિ ટેક્સટાઈલ દ્વારા ઉઘરાણી કરવામાં આવી ત્યારે આરોપીઓ ઠાગાઠૈયા કરવા લાગ્યા. દ્રષ્ટિ ટેકસટાઈલના મેનેજર નિલેશ દગીયા ઉઘરાણી માટે ફોન કરતા ત્યારે આરોપીઓ ફોન ઉપાડતા નહીં. એકવાર જ્યારે ફોન ઉપાડ્યો ત્યારે પૈસા આપીશું નહિ અને હવે ફોન કર્યો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. તેથી મેનેજર નિલેશ દગીયાએ જેતપુર સિટી પોલીસ મથકમાં સુરતના વેપારી પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેતપુર સિટી પોલીસે આઈ.પી.સી. કલમ 406, 420, 506(2), 114 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

  1. Surat fraud visa case: વિદેશમાં જઈને સારૂં કમાવવાની આશામાં 15 શ્રમીકોએ ગુમાવ્યાં લાખો રૂપિયા, ઠગબાજ એજેન્ટોથી ચેતવતો કિસ્સો
  2. Surat Crime News: LIC એજન્ટને હનિટ્રેપમાં ફસાવનાર માસ્ટર માઈન્ડની પોલીસે ધરપકડ કરી

Last Updated : Dec 29, 2023, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.