ETV Bharat / state

Holi Festival 2023: હોળીને ધ્યાનમાં રાખી કાપડના વેપારીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગીત, કરી અનોખી માગ - Surat Holi Deewana Group

સુરતમાં દિવાના ગૃપે ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અનોખું ગીત તૈયાર કર્યું છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વિરામ કરાવે તેવી પણ તેમણે માગ કરી છે.

Holi Festival 2023: હોળીને ધ્યાનમાં રાખી કાપડના વેપારીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગીત, કરી અનોખી માગ

author img

By

Published : Feb 28, 2023, 7:06 PM IST

વડાપ્રધાન મોદી યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી કરે તેવી માગ

સુરતઃ "પૂરી દુનિયા પર મોદીજી ભારી હૈ જીત કા સિલસિલા યે 2024 મે ભી જારી હૈ..." આ પંક્તિઓ ખાસ ધૂળેટી પર્વ માટે તૈયાર કરાયેલા ગીતની છે, જે સુરતના હોળી દિવાના ગૃપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. દર વર્ષે આ ગૃપ દ્વારા હોળીના પર્વ પરંપરાગત રીતે ગીતો રજૂ કરવામાં આવતા હોય છે. સૌથી અગત્યની વાત એ છે કે, આ ગૃપમાં કોઈ પ્રોફેશનલ સિંગર નહીં, પરંતુ શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને કર્મચારીઓ સામેલ છે.

આ પણ વાંચોઃ Vedic Holi in surat: આ વખતે થશે 'વૈદિક હોળી', હોલિકા દહન માટે લાકડા નહીં તરછોડાયેલી ગાયના છાણાનો કરાશે ઉપયોગ

PM મોદી માટે અનોખું ગીતઃ ધૂળેટી પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વખતે સુરતમાં ધૂળેટીના અનેક રંગો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયા તેમ જ યુક્રેન યુદ્ધના ગીત સાંભળવામાં લોકોને મળી રહ્યા છે. આ ગીત સુરતના હોળી દિવાના ગૃપ દ્વારા તૈયાર કરાયું છે. શહેરમાં રહેતા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાનોએ હોળી પર્વ પર ખાસ ગીત તૈયાર કર્યું છે, જેમાં વડાપ્રધાન મોદી ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થા કરે અને યુદ્ધ વિરામ આવે તેવી માગ કરવામાં આવી છે. એટલું જ નહીં આ ગીતમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પણ મોદી મેજિક કાયમ રહેશે.

હોળીના પર્વ પર કાર્યક્રમઃ ગૃપના સભ્ય અતુલ મોહતાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનની પરંપરા સુરતમાં પણ જોવા મળે અને લોકો આ પરંપરાથી જોડાઈ રહે. આ માટે અમે હોળી દિવાના ગૃપ બનાવ્યું હતું. આમાં 80થી 100 જેટલા યુવાનો છે. આ તમામ યુવાનો કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દર વર્ષે અમે લોકગીત સાથે પરંપરા ગીતો રજૂ કરતા હોઈએ છીએ. ખાસ કરીને સુરતના એવા વિસ્તાર જ્યાં રાજસ્થાની અને મારવાડના લોકો રહે છે. ત્યાં અમે રાત્રિ દરમિયાન ખાસ હોળીના પર્વ પર કાર્યક્રમ કરતા હોઈએ છીએ, જે સંપૂર્ણપણે નિ:શુલ્ક હોય છે. યુવાનો પોતાની પરંપરા સાથે જોડાઈ રહે એ માટે આ પ્રયાસ છે.

વડાપ્રધાન મોદી યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી કરે તેવી માગઃ સાથે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વિરામ આવે એ માટે અમે હોળીના પર્વ પહેલાં એક ખાસ ગીત તૈયાર કર્યું છે. આમાં અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી રહ્યા છીએ કે, તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી કરે. કારણ કે, વિશ્વમાં કશે પણ હલચલ થાય છે ત્યાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરે છે, તેમની વાત માને છે. તેઓ વૈશ્વિક નેતા છે.

આ પણ વાંચોઃ Holi 2023: રાજકોટના ઓર્ગેનિક રંગની દેશના વિવિધ રાજ્યોમાં માંગ વધી, 10 રાજ્યોમાં થયો સપ્લાય

18થી 36 વર્ષના યુવાનોનું ગૃપઃ રાજસ્થાનથી સેંકડો કિલોમીટર દૂર સુરત શહેરમાં રહીને પણ રાજસ્થાનની પરંપરાગત હોળી સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ સુરતના રાજસ્થાની યુવાનો કરી રહ્યા છે. 18થી 36 વર્ષના યુવાનોનું ગૃપ 'હોળી દિવાના ગૃપ' યુવાનોને હોળી, ચાંગ, ઢોલ, નાગડે સાથે જોડીને લુપ્ત થતી રાજસ્થાની સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અગત્યની વાત એ છે કે, આ તમામ સભ્યો કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને અલગ અલગ સોસાયટીઓમાં જઈ રાજસ્થાની વાદ્યોનો ઉપયોગ કરીને હોળીના પરંપરાગત ગીતોના કાર્યક્રમો નિઃશુલ્ક કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.