સુરત : ઉમરપાડાના જંગલ વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો આવ્યો હતો. જે મામલે પ્રાથમિક તપાસમાં અકસ્માતની ઘટનામાં મૃત્યુ થયાનું જાણવા મળતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ મૃતક યુવકના વાલી વારસા સુધી પહોંચવા તજવીજ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક યુવકનું નામ શૈલેષ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું. તેઓ સુરત શહેરમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તાત્કાલિક મૃતક શૈલેષના ઘરે પહોંચી હતી અને પરિવારના નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું.
પત્નીને મિત્ર પર શંકા : પોલીસે મૃતક શૈલેષના ઘરના સભ્યોના નિવેદનની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન મૃતક શૈલેષની પત્નીએ તેમના પતિના મિત્ર ઘનશ્યામ સોલંકી પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે તાત્કાલિક ઘનશ્યામ સોંલકીની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, મૃતક શૈલેષ ચૌહાણનો મિત્ર ઘનશ્યામ જેઓ સુરત જિલ્લો છોડી ભાગી જવાની તૈયારીમાં છે. તેઓ કામરેજના ધોરણ પારડી તરફ જઈ રહ્યો છે જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઘનશ્યામ સોલંકીને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો : Sabarkantha Murder : કાળજુ કંપાવી નાખે તેવું સ્વરૂપ, પારિવારીક બોલાચાલીમાં કુહાડીથી એક ઘરમાં ત્રણ હત્યા
આરોપીએ કબૂલાત કરી : પોલીસે શંકાના આધારે ઘનશ્યામને દબોચી તેઓને એલસીબી ઓફિસ ખાતે લાવ્યો હતો. કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા મકાઈના દાણા ફૂટે તેમ ઘનશ્યામના મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા હતા. તેઓએ શૈલેષની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આ મામલે સુરત ગ્રામ્ય એલસીબી પીઆઇ બી.ડી.શાહ એ જણાવ્યું હતું કે, આરોપી ઘનશ્યામની પત્ની સંગીતા અને મૃતક શૈલેષની આંખ મળી ગઈ હતી. આ બાબતની જાણ આરોપી ઘનશ્યામને થતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
આ પણ વાંચો : Umesh Pal Murder Case : ઉમેશ પાલ હત્યા કેસમાં વધુ ત્રણ કારના સીસીટીવી સામે આવતા અનેક તર્ક-વિતર્ક
દર્શનના બહાને મિત્રની હત્યા કરી : વધુમાં જાણવા મળ્યું હતું કે, પત્ની સંગીતાને તેના વતન મોકલી આપી હતી. વતન ગયા બાદ પણ સંગીતા અને મૃતક શૈલેષ વચ્ચે પ્રેમ સબંધ હોવાથી આરોપી ઘનશ્યામ એ મિત્ર શૈલેષને મારી નાંખવાનો પ્લાન કરી દેવમોગરા ખાતે દર્શન કરવા જવું છે. તેમ કહી આરોપી ઘનશ્યામ મૃતક શૈલેષને લઇ ગયો હતો. જંગલ વિસ્તારમાં બાઈક ઉભી રાખી લાકડાના સપાટાથી માર મારી મિત્ર શૈલેષને મોતને ઘાટ ઉતારી દીધો અને ભાગી ગયો હતો. હાલ આરોપી ઘનશ્યામની ધરપકડ કરી ઉંમરપાડા પોલીસને કબજો સોંપવામાં આવ્યો છે. ઉંમરપાડા પોલીસે આગળની તપાસ હાથ ધરી રહી છે.