સુરતઃ ખાણી પીણી માટે જાણીતા સુરતમાં યોજાયો છે અનોખો ફૂડ ફેસ્ટિવલ. નવરાત્રિના પર્વ દરમિયાન સુરત મનપા દ્વારા યોજાયેલા આ ફૂડ ફેસ્ટિવલને ગ્રાહકોનો મળી રહ્યો છે અભૂતપૂર્વ પ્રતિસાદ. આ ફેસ્ટિવલમાં મુલાકાતીઓ મિલેટ્સમાંથી બનેલી અવનવી વાનગીઓનો આસ્વાદ માણી રહ્યા છે. ફૂડ સ્ટોલ ધારકો પ્રતિ દિન 7થી 8 હજાર રુપિયાની કમાણી કરી રહ્યા છે.
મિલેટ્સની ફૂડ આઈટમ્સઃ આ ફૂડ ફેસ્ટિવલમાં 15થી વધુ સ્ટોલ મિલેટ્સમાંથી બની રહેલી ફૂડ આઈટમ્સના છે. ગ્રાહકોમાં પણ મિલેટ્સ રેસિપી હોટ ફેવરિટ થઈ રહી છે. જેમાં રાગી પાપડ, બિસ્કિટ, મિલેટ કોકો, બાજરીના ચમચમિયા, રાગીના અપ્પમ, રાગીની પેન કેક, રાગીના નાચોસ, રાગી કોઈન પિઝા વગેરે ફૂડ આઈટમ્સ ગ્રાહકો હોંશે હોંશે આરોગી રહ્યા છે.
આજે યુસીડી ડિપાર્ટમેન્ટ માંથી અમે ફુડ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. અમે અહીં મેલેટ્સ ફૂડ આઈટમ્સનો સ્ટોલ લગાવ્યો છે. હાલ મીલેટ વર્ષે ચાલી રહ્યું છે તેથી મિલેટ્સ પ્રત્યે નાગરિકોમાં અવેરનેસ આવે તે માટે અમે મિલેટ્સની વાનગીઓ પીરસી રહ્યા છીએ. અમે મિલેટ્સ વાનગીઓને ફાસ્ટફૂડ થીમ પર પ્રેઝન્ટ કરીએ છીએ. અમને ખાણી પણીના રસિયાઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે...રમીલા સુરત(મિલેટ્સ સ્ટોલ ધારક, સુરત)
હું ફૂડ ફેસ્ટિવલમાં પ્રથમ વાર આવી છું, આમ તો મને ફાસ્ટ ફૂડ ખુબ જ ભાવે છે પણ અહીંયા મેં મિલેટ્સ વાનગીઓને મેં ટેસ્ટ કરી જે મને ખૂબ જ ભાવી ગઈ છે. હેલ્થ માટે પણ મિલેટ્સની વાનગીઓ બેસ્ટ છે. મેં અહીં બાજરીના ચમચમીયા, નાચોજ, કોઈન પીઝા વગેરે વાનગીઓનો રસાસ્વાદ માણ્યો છે...સેલ ગજ્જર(મુલાકાતી, ફૂડ ફેસ્ટિવલ, સુરત)
ફૂડ ડિપાર્ટમેન્ટ અને સાંસ્કૃતિક ડિપાર્ટમેન્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ ઉત્સવ સાથે સાથે જનતા વિશિષ્ટ પ્રકારના વ્યંજનોનો રસાસ્વાદ માણી શકે તે માટે આ આયોજન કરાયું છે. અહીં 83 ફૂડ સ્ટોલ છે જેમાંથી 15 જેટલા મિલેટ્સ ફૂડ સ્ટોલ છે. ગ્રાહકો મિલેટ્સમાંથી તૈયાર થયેલ વાનગીને સારો પ્રતિસાદ આપી રહ્યા છે...જીગીશા દેસાઈ(ફૂડ સેફ્ટી ઈન્સપેક્ટર, સુરત મનપા)