તક્ષશિલા અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમ વિધાર્થીઓ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોતના મુખમાં હોમાઈ ચુક્યા છે. હમણાં સુધી તંત્રની કાર્યવાહીથી મૃતક વિધાર્થીઓના વાલીઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે. વાલીઓ દ્વારા પણ આ અંગે તંત્રના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ સાથે ઉચ્ચ ન્યાયાલયમાં PIL કરવામાં આવી છે. જ્યાં સુરતના RTI એક્ટીવીસ્ટ દ્વારા પણ ઉચ્ચ ન્યાયાલયમાં 13 મુદ્દાઓ સાથે PIL કરવામાં આવી છે.
જ્યાં કોર્ટે 13 પૈકીના 3 મુદ્દાઓને ધ્યાનમાં લઈ 7 વિભાગોને નોટિસ ઇસ્યુ કરી છે. જેમાં સુરત પોલીસ કમીશ્નર, મ્યુન્સિપલ કમિશ્નર, સરથાણા PI, PGVCL, ફાયર ચીફ ઓફિસર સહિતના વિભાગનો સમાવેશ થાય છે. 3 મુદ્દાઓ સૌથી મહત્વનો મુદ્દો ફાયર સેફટી વિના ઉભી થયેલી બિલ્ડીંગને તાત્કાલિક સીલ કરવામા આવે. આ સિવાય ઇન્સ્યોરન્સ મુકવામાં આવે. જેથી કરી ઘટના સમયે ભોગ બનનારના પરિવારને વળતર મળી શકે.
RTI એક્ટિવિસ્ટની PIL બાદ કોર્ટે આ તમામ વિભાગના અધિકારીઓને નોટિસ ઇસ્યુ કરી આગામી 27 મી જુલાઇ ના રોજ હાજર રહેવા આદેશ કર્યો છે. જવાબદાર અધિકારીઓ સામે જ્યુડિશિયલ તપાસ અને IPS કક્ષાના અધિકારીઓને ક્રિમિનલ તપાસની માગ પણ કરવામાં આવી છે.