ETV Bharat / state

Surat Fire Accident: મોડી રાતે ભેંસના તબેલામાં આગ લાગતા એક ભેંસનું બચ્ચું બળીને ખાખ

સુરત શહેરના જિયાવગામમાં આવેલ નારીયેલી મોહલ્લામાં મોડી રાત્રે ભેંસના તબેલામાં અચાનક આગ લાગતા મોહલ્લાના સૌ કોઈ લોકો ચોંકી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા ભેસ્તાન ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં એક ભેંસનું બચ્ચું બળીને ખાખ થઇ ગયું હતું.

Surat Fire Accident: મોડી રાતે ભેંસના તબેલામાં આગ લાગતા એક ભેંસનું બચ્ચું બળીને ખાખ
Surat Fire Accident: મોડી રાતે ભેંસના તબેલામાં આગ લાગતા એક ભેંસનું બચ્ચું બળીને ખાખ
author img

By

Published : Apr 15, 2023, 1:44 PM IST

સુરત: શહેરમાં આગની ઘટના યથાવત જોવા મળી રહી છે. શહેરના જિયાવગામમાં આવેલ નારીયેલી મોહલ્લામાં ભેંસના તબેલામાં અચાનક જ આગ ભભૂકી ઉગતા લોકો ચોંકી ઉઠ્યા હતા. આગ તબેલામાં લાગ્યો હોવાથી એરિયાના લોકો એક બાજુ પાઇપ લાંબો કરીને નળ દ્વારા પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેલવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજુ તબેલાના આગળની બાજુ બાંધવામાં આવેલી ભેંસોંને છોડી મૂકવામાં આવી હતી. ફાયરવિભાગની ટીમને આગ ઠાકવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી.

બચ્ચુ ખાખઃ તબેલાની પાછળની બાજુ આગની જ્વાળાઓ હોવાથી ત્યાં એક ભેંસનું બચ્ચું હતું તે બળીને ખાખ થઇ ગયું હતું. જોકે ફાયર વિભાગને જાણ કરતા ભેસ્તાન ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પાણીનો સતત મારો ચલાવ્યો હતો. બે કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની માનવની જાનહાનિ થઇ ન હતી. આગ ક્યા કારણોસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો Surat AAP: ભાજપ સામ-દામ દંડ કરીને આમ આદમી પાર્ટીને પક્ષ તરીકે હટાવવા માગે છે

ભેંસોને છોડી: આ બાબતે તબેલામાં માલિક અંકિત સુમન પટેલે જણાવ્યુંકે, ગઈકાલે રાતે 2:45 વાગ્યે અચાનક જ ભેંસોનો અવાજ આવા લાગતા અમે બધા જાગી ગયા હતા. જોયું તો તબેલાના પાછળની ભાગે મોટી આગ લાગી ગઈ હતી. આ આગ કઈ રીતે લાગી હતી ખ્યાલ નથી. પરંતુ ત્યારબાદ અમે બધા સાથે મળીને તમામ ભેંસોને છોડી મુકી હતી. કુલ 25 જેટલી ભેંસો હતી અને પાંચ ભેંસના બચ્ચા હતા. જેમાં એક ભેંસનું બચ્ચું પાછળના ભાગે હતું. આગ વધુ હોવાથી તેને બચાવી શકાયું ન હતું. જોકે અમે ફાયર કંટ્રોલને જાણ કરી હતી. જેથી ત્રણ જેટલી ફાયર વિભાગની ગાડીઓ આવી હતી. આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સૌ પ્રથમ તો તબેલાના બાજુમાં આવેલ ખુલા ઘાસમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. તેને કારણે જ તબેલામાં પણ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો Surat AAP: આપ કા ક્યા હોગા? કુલ 26માંથી 10 કોર્પોરેટરે ભાજપમાં જોડાઈ ગયા

આગ ઝડપથી ફેલાઈ: સુકું ઘાસ હોવાથી આગ ઝડપથી ફેલાઈ પણ ગઈ હતી.આ બનતે ભેસ્તાન ફાયર વિભાગના ઓફિસર દિનેશ પટેલે જણાવ્યું કે, આ ઘટના ગઈકાલે રાત્રે 3:00 વાગ્યે કંટ્રોલરૂમમાંથી કોલ મળિયો હતોકે, જિયાવગામમાં આવેલ નારીયેલી મોહલ્લામાં ભેંસના તબેલામાં આગ લાગી છે.જેથી અમે ત્રણ જેટલી ગાડીઓ લઈને ત્યાં પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જેમ જ બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં એક ભેંસનું બચ્ચું બળીને ખાસ થઈ ગયું હતું. તથા આ આગમાં કોઈ પ્રકારની માનવ જાનહાનિ થઈ ન હતી.

પાણીનો મારો ચલાવ્યોઃ ફાયર ઓફિસરે જણાવ્યું કે, મારા પહોંચતા પહેલા તબેલાના માલિક અમે મોહલ્લાના લોકોએ પણ પાણીના પાઇપ જોડી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. આ કાબુમાં આવી શકી ન હતી. તબેલાના કુલ 25 જેટલી ભેંસોને આગ લાગવાની સાથે જ છોડી મૂકવામાં આવી હતો. આગ તબેલાના બાજુમાં આવેલ મોટા ઘાસના જથ્થામાં લાગી હતી અને ત્યાંથી પસારતી પસારતી તબેલાના પાછળના ભાગે લાગી ગઈ હતી. સુકું ઘાસ હોવાથી આગ ઝડપથી ફેલાઈ પણ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.