ETV Bharat / state

Surat Drugs Case : હિમાચલની કોર્ટમાં ચરસ કેસમાં હાજરી આપી, સુરત પરત આવ્યાં તો પણ ચરસ લઇને આવ્યાં - ચરસ

યુવા વર્ગ નશાખોરીના કળણમાં (Surat Crime News )કેવો ખૂંપી રહ્યો છે તેની ચિંતા કરાવે એવો કિસ્સો બહાર આવ્યો છે. ઘટના એવી છે કે હિમાચલપ્રદેશની કોર્ટમાં ચરસ કેસમાં હાજરી આપી પરત આવતાં યુવક યુવતી વળી ચરસ લઇને સુરત આવ્યાં હતાં. બંનેની સુરત રેલવે સ્ટેશનેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

Surat Drugs Crime : હિમાચલની કોર્ટમાં ચરસ કેસમાં હાજરી આપી, સુરત પરત આવ્યાં તો પણ ચરસ લઇને આવ્યાં

author img

By

Published : Jan 17, 2023, 9:01 PM IST

સુરત યુવાવર્ગની નશાખોરીએ શી હાલત કરી છે તેનો લાલબત્તી ધરતો આ કિસ્સો કહી શકાય. સુરત ક્રાઈમ બ્રાન્ચે ચરસના જથ્થા સાથે યુવક અને યુવતીની સુરત રેલવે સ્ટેશનેથી ધરપકડ કરી છે. યુવક અને યુવતી બંને હિમાચલ પ્રદેશમાં ચરસના કેસમાં પકડાયા બાદ કોર્ટની તારીખમાં હાજરી આપી પરત સુરત આવી રહ્યા હતા. ચરસ સાથે બંનેની ધરપકડ સુરત રેલવે સ્ટેશનથી કરવામાં આવી છે. બંને હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત પણ કરી છે. સુરત પોલીસે તેમની પાસેથી 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી 57,966 રૂપિયાની મતા કબજે કરી હતી.

આ પણ વાંચો Vadodara Crime: 3 કિલો ચરસ ઝડપાયું, કોઈને ખબર ન પડે ભર્યો હતો સ્ટોક

ચરસનો જથ્થો જપ્ત સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ અંતર્ગત કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે અને ધરપકડો પણ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ચરસ કેસમાં પહેલા ધરપકડ અને ત્યારબાદ કોર્ટમાં હાજરી આપી ફરી સુરત આવી રહેલા યુવક યુવતીની ચરસ સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે 11,886 રૂપિયાનો 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી 57,966 રૂપિયાની મતા કબજે કરી હતી. માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવી ઉભી હતી. આ યુવા જોડી સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો સુરત: 4 કિલોથી વધુ ચરસ સાથે 3 યુવાનોની ધરપકડ

ભુનતર વિસ્તારમાં 650 ગ્રામ ચરસ સાથે પકડાયો હતો ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના કસોલ ખાતેથી આ ચરસનો જથ્થો ખરીદી આ બંને આરોપીઓ ટ્રેનમાં બેસી ગયા હતાં અને સુરત આવ્યા હતાં. આરોપી શ્રેયાંસ ગાંધી વર્ષ 2021માં હિમાચલ પ્રદેશના ભુનતર વિસ્તારમાં 650 ગ્રામ ચરસ સાથે પકડાયો હતો. ત્યાં કોર્ટમાં હાજરી આપીને તેઓ પરત આવી રહ્યાં હતાં.

ટ્રાવેલ બેગમાં ચરસ મૂક્યું સાથે લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે, આ યુવક યુવતીએ ટ્રાવેલ બેગમાં ચરસ મૂક્યું હતું. વર્ષ 2021 માં એનસીબી દ્વારા 7 ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો. આ બંને કેસમાં પણ હાલ તેમની સામે તપાસ ચાલી રહી છે. પોલીસે 11,886 રૂપિયાનો 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદ્દા માલ મળી 57966 રૂપિયાની મતા કબજે કરી હતી. સાથે જ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.