સુરત જિલ્લાના સહકારી અને રાજકીય અગ્રણી સુરેશ પટેલનું (Suresh Patel passed away) ગુરુવારના નિધન થયું હતું. તેમને બુધવારે બ્રેન સ્ટ્રોક (Suresh Patel passed away due to brain stroke) આવ્યો હતો. અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
પેરાલિસિસનો હુમલો સુરત જિલ્લા પંચાયત અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ તેમજ (Bharatiya Janata Party President Suresh Patel) સહકારી અગ્રણી સુરેશ પટેલનું ગુરુવારના રોજ નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા. ત્રણ વર્ષ પહેલા પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. સુરેશ પટેલને છેલ્લા ત્રણ વર્ષથી પેરાલિસિસનો હુમલો આવ્યા બાદ તેમની તબિયત ઠીક રહેતી ન હતી. દરમ્યાન બુધવારના રોજ સુરેશને બ્રેન સ્ટ્રોકનો હુમલો આવતા પ્રથમ બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ (political leader Suresh Patel passed away) લીધા હતા.
સહકારી ક્ષેત્રમાં યોગદાન સુરત જિલ્લા પંચાયત (Surat District Panchayat President) અને જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા હતા તેઓ ગત ટર્મમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા હતા. તે પહેલા તેઓ બે ટર્મ માટે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પણ તેમનું સારું યોગદાન હતું. સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ડિરેક્ટર, મઢી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ, સરદાર સ્મારક હોસ્પિટલના પ્રમુખ, કડોદ હાઈસ્કૂલના પ્રમુખ સહિતની સહકારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તેઓ મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા હતા. હાલ તેઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બારડોલીના ઉપપ્રમુખ અને સ્વરાજ આશ્રમ બારડોલીના ટ્રસ્ટી પદે કાર્યરત હતા.
ભાજપનો કાર્યક્રમ મોકૂફ સુરેશ પટેલના(Suresh Patel passed away) નિધનથી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 24મી ડિસેમ્બરના રોજ રાખવામાં આવેલા ધારાસભ્યો અને પ્રધાનોના સન્માન સમારોહનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું પ્રમુખ સંદીપ દેસાઇએ જણાવ્યુ હતું. તેમણે સુરેશ પટેલને શ્રદ્ધાંજલી આપતા જણાવ્યુ હતું કે સુરત જિલ્લાએ એક ઉમદા વ્યક્તિને ગુમાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને જિલ્લાના સહકારી ક્ષેત્રને તેમની ખોટ સતત સાલશે.