ETV Bharat / state

Surat Diamond : સુરતમાં આખા વર્ષની મહેનત બાદ પગારમાં વધારો નહીં કરાતા રત્નકલાકારો ઉતર્યા હડતાલ પર

author img

By

Published : May 25, 2023, 3:41 PM IST

સુરતના કતારગામમાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા છે. કંપનીએ દિવાળી પછી પગારમાં કોઈ વધારો કરતા કારીગરો કંપની વિરુદ્ધ રોષે ભરાયા છે. રત્નકલાકારોનું કહેવું છે કે, આખું વર્ષ તનતોડ મહેનત કરી છીએ કંપનીએ કર્મચારીઓ માટે એક વાર પગારમાં વધારો તો કરવો જ જોઈએ.

Surat Diamond : આખા વર્ષની મહેનત બાદ પગારમાં વધારો નહીં કરતા રત્નકલાકારો ઉતર્યા હડતાલ પર

સુરતના લક્ષ્મી ડાયમંડના 500 રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા

સુરત : શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી ડાયમંડના 500 રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા છે. કારણ કે, તેઓને દિવાળી બાદનું બોનસ અને પગારમાં વધારો નહીં કરતા હાલ ઉનાળુ વેકેશન આપી દેતા રત્નકલાકારો તેમની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. જોકે નિયમ મુજબ પગાર વધારવાનો હોય પણ કંપની પગાર નહીં વધારતી હોવાનો આરોપ સામે આવતા રત્નકારોમાં હાલ રોષ જોવા મળ્યો છે.

હું કંપનીનો એમ્પ્લોય છું. અમે અહીં ત્રણ એક વર્ષથી કામ કરી રહ્યા છીએ. અમને દિવાળી પછી બોનસ આપવામાં આવે છે, પરંતુ આ વર્ષેથી અમારે દિવાળીની રજા કાપી નાખી અને બોનસ પણ અર્ધો કરી નાખ્યો છે. કંપની દ્વારા કહેવામાં આવે છે કે, તમારો જાન્યુઆરી મહિનામાં પગાર વધારો થશે, પરંતુ હજી સુધી અમારો પગાર વધારવામાં આવ્યો નથી. આજે 5માં મહિને એમ જણાવે છે કે, તમારો પગાર નહીં વધે કંપની મંદીમાં જતી રહી છે. તો શા માટે અમારું શોષણ કરવામાં આવ્યું છે. કંપની આટલો નફો કરતી હોય તો બીજી બિલ્ડીંગના બાંધતી હોય આજે એવું કહી રહ્યા છે કે મંદી છે. કાલે તેજી આવી જશે તો અમને કોઈપણ પ્રકારનો પગાર વધારો આપવામાં આવશે નહીં. - સંજય (રત્નકલાકાર)

આ બાબતે અન્ય એક રત્નકલાકાર રાહુલે જણાવ્યું કે, જાન્યુઆરી મહિનાથી અમને સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમારા પગારમાં વધારો કરવામાં આવશે, પરંતુ આજદિન સુધી પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. આજે હવે એમ કહી રહ્યા છે કે, મંદી આવી ગઈ છે. તમારા પગારમાં વધારો કરવામાં આવે નહીં. અમે તમામ રત્ન કલાકારો આખું વર્ષ તનતોડ મહેનત કરવી છી. તો આખા વર્ષમાં એક વાર તો મંદી આવે જ છે. તો કંપનીએ પણ તમામ રત્નકલાકાર વિશે પણ વિચારવું પડે કે તેઓને એક વાર પગારમાં વધારો તો કરવો જ જોઈએ. આજે કુલ અહીં 500 રત્ન કલાકારો ઉભા છે. અચાનક જ કંપની દ્વારા વેકેશન બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ તેઓએ કારણ જણાવ્યું નથી કે રત્ન કલાકાર વેકેશન પગાર આપશે કે નહીં.

Sunflower Diamond Ring: 6.44 કરોડ રૂપિયામાં સૂર્યમુખી જેવી ડાયમંડ વીંટી સુરતમાં તૈયાર, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

Surat Diamond: સોફ્ટવેરમાં ખામીથી હીરાના વેપારીઓના 500 જેટલા રફ ડાયમંડ પાર્સલમાં અટક્યા

2000 note ban effect: 2000ની નોટ બંધીથી હીરા ઉદ્યોગના નાના વેપારીઓને મુશ્કેલી થઈ શકે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.