સુરત: મહુવાના બોરીયા ગામમાં શેરડીના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત જગદીશભાઇ પર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં તેમને પગમાં ભાગમાં ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
આ અંગે વન વિભાગને જાણ થતા આર.એફ.ઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું. જો કે, આ ધટના બાદ ગામજનોમાં ભયો માહોલ ફેલાયો હતો.