સુરત શહેરમાં દિવસેને દિવેસ ગુનાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે પોલીસ પણ એક પછી એક મોટા મોટા (Surat Crime News) ગુનાઓનો ભેદ ઉકેલી સફળતા મેળવી રહી છે. આવી જ રીતે સુરત સાઈબર સેલ પોલીસે 28,00,000 રૂપિયાની છેતરપિંડી કરનારી ગેંગના 8 આરોપીની ધરપકડ (accused of online cheating) કરી હતી. પોલીસે આ ગેંગને દિલ્હી અને ઉત્તરપ્રદેશથી ઝડપી (accused of online cheating) પાડી હતી.
આર્થિક લાભની આપી લાલચ સુરત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં (surat cyber crime) 10 ઓક્ટોબર 2022એ એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેને 1 ડિસેમ્બર 2020ના દિવસે એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે, તમારી જે કંપનીમાં પૉલિસી છે તેમાં વધુ આર્થિક લાભ થઈ શખે છે. સાથે જ વીમા લોકપાલમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ પણ આપી હતી. એટલે ફરિયાદી આરોપીની વાતમાં આવી ગયા હતા. 1 ડિસેમ્બર 2020થી 15 ડિસેમ્બર 2021 સુધી અલગ અલગ ચાર્જ પેટે કુલ 28 લાખ રૂપિયા આરોપીઓને મોકલવામાં આવ્યા હતા. જ્યારે ફરિયાદીને પોતાની સાથે વિશ્વાસઘાત થતો હોવાની જાણ થતાં 10 ઓક્ટોબર 2022એ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (surat cyber crime) નોંધાવી હતી.
પોલીસને મળી સફળતા સાઈબર ક્રાઇમ પોલીસે તાત્કાલિક આ સમગ્ર ઘટનાને તપાસી હતી. ત્યારબાદ સાયબર સેલની (surat cyber crime) મહિલા ASIની એક ટીમ દિલ્હી ખાતે રવાના થઈ હતી. દિલ્હી જઈ આ ઘટનાને અંજામ આપનારા કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ 8 આરોપીઓમાં એક મહિલા આરોપી પણ છે.
આરોપીઓની પૂછપરછમાં આવ્યું સામે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે (Surat Police Commissioner Ajay Kumar Tomar) જણાવ્યું હતું કે, 11 ઓક્ટોબર 2022ના રોજ સૌ પ્રથમ વખત 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સંતોષકુ રામરાજ વેધનાથને નોઈડા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તો આરોપી શ્યામવિર ઓમ પ્રકાશ વિકસિંગ પાલને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બંને આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં અન્ય 6 લોકોના નામ બહાર આવ્યા હતા.
અન્ય 6 આરોપીઓને દિલ્હી-ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યા પોલીસ કમિશનરે (Surat Police Commissioner Ajay Kumar Tomar) વધુમાં જણાવ્યું હતું કે, આરોપી મનોજ વિઠ્ઠલાલ વિશ્વકર્માને પૂર્વ દિલ્હીથી, સલાઉદ્દીન અલાઉદ્દીન સિદ્કીને નંદનગરી દિલ્હીથી, રામપ્રસાદ બદ્રીનાથ ગૌતમને વિહાર પોકેટ દિલ્હીથી, અજય ગોપીચંદ જાવલાસિંગનીનગર દિલ્હીથી, મોહમ્મદ રિઝવાન ઇલિયાસ ખાનને હાપુટ ઉત્તરપ્રદેશથી અને ખૂશ્બુ રાધેશ્યામ મિશ્રાને સક્કરપુર દિલ્હીથી ઝડપી પાડવામાં આવી (accused of online cheating) હતી. આ તમામ આરોપીઓના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી કુલ 4,63,951 રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે તથા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.