ETV Bharat / state

Surat Crime : સુરતના ઓલપાડમાં બ્રાંડેડ કંપનીના નામે બોટલોમાં રી-પેકિંગ કરેલો દારુ વેચવાનું ફરી એક નેટવર્ક પકડાયું - Surat LCB Raid

ઓલપાડમાં કરમલા ગામે સુરત ગ્રામ્ય પોલીસે છાપો માર્યો હતો. બ્રાંડેડ કંપનીના નામે બોટલોમાં રીપેકિંગ કરેલો દારુ બજારમાં ઊંચી કિમતે વેચવાનું ફરી એક નેટવર્ક એલસીબીના હાથે પકડાયું છે.

Surat Crime : સુરતના ઓલપાડમાં બ્રાંડેડ કંપનીના નામે બોટલોમાં રીપેકિંગ કરેલો દારુ વેચવાનું ફરી એક નેટવર્ક પકડાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 9:33 PM IST

ભાડાના મકાનમાં ચાલતો હતો કારનામું

સુરત : ઓલપાડ તાલુકામાં વિદેશી દારૂના વેચાણમાં બેફામ બનેલા નામચીન બુટલેગરો હવે દારૂના વેચાણમાં મોટી કમાણી કરી લેવા હલકી કક્ષાનો લૂઝ પેકિંગમાં દારૂ લાવી વેચી રહ્યાં છે. બ્રાંડેડ કંપનીના નામે બોટલોમાં રીપેકિંગ કરી બજારમાં ઊંચી કિમતે વેચવાનું ફરી એક નેટવર્ક એલ.સી.બી ના હાથે પકડાયું છે. કરમલા ગામે ભાડાના મકાનમાં હલકી ગુણવત્તાનો દારૂનો મોટો જથ્થો લાવી રિપેકિંગ કરવાના સ્થળથી ખાલી તથા ભરેલી બોટલ સાથે દારૂનો જથ્થો, પેકિંગ મશીન સાથેની વિવિધ સામગ્રી મળી કુલ્લે 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી મુખ્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી.અને આ નેટવર્ક નો પર્દાફાશ કર્યો હતો. આ ગુનામાં બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે... આઇ. જે. પટેલ (ડીવાયએસપી, સુરત ગ્રામ્ય )

નવો કીમિયો શોધ્યો : ઓલપાડ તાલુકાને દારૂના વેચાણ અને કાર્ટિંગમાં બદનામ કરનારા નામચીન બુટલેગરોએ હવે પોલીસથી બચવા દારૂના વેચાણમાં લૂજ દારૂ મંગાવી રીપેકિંગ કરી વેચવાનો નવો કીમિયો શોધ્યો છે. ત્યારે અગાઉ અટોદરા ગામની સીમમાં બંધ ફેક્ટરી ખાતે કુલિન વોટરની આડમાં બનાવટી દારૂ રીપેકિંગ કરવાના નેટવર્ક સામે આવ્યું હતું. જે બાદ ઓલપાડ તાલુકાનાં કરમલા ગામની સીમમાં આવેલ આનંદો ગ્રીનવેલી સોસાયટી ખાતે ભાડાનું મકાન રાખી ચિરાગ ફતેસિંગ પઢિયાર અને ધવલ જયંતિભાઈ પટેલએ સાથે મળી મોટા પાયે હલકી ગુણવત્તાનો વિદેશી દારૂ લાવી તેમાં અલગ અલગ કેમિકલ મિશ્રણ કરી બનાવટી વિદેશીદારૂની મોંઘીદાટ બ્રાંડેડ કંપનીની ખાલી જૂની બોટલોમાં ભરી મશીન દ્વારા પેકિંગ કરી બનાવટી દારૂનો વેપલો કરી રહ્યાં હતાં.

દારૂના કારખાનાની બાતમી : ઓલપાડ તાલુકામાં ચાલી રહેલા વિદેશી દારૂના કારખાનાની બાતમી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે થતા એલસીબી પોલીસે છાપો માર્યો હતો. જે ઘરમાં કારખાનું ચાલતું હતું એ ઘર જોઈ એલસીબી પણ ચોંકી ગઈ હતી. એલસીબી પોલીસે દારૂનો જથ્થો સાથે દારૂની બોટલ પર લગાવવાના બુચ તથા ખાલી અને દારૂ ભરેલી બોટલ,એક કાર,મોપેડ સાથે અન્ય સામગ્રી મળી કુલ્લે 8,01,761 નો મુદ્દામાલ કબજે કરીને ચિરાગ ફતેસિંગ પઢિયાર તથા ધવલ જયંતિભાઈ પટેલ ને વોન્ટેડ બતાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કેમિકલની તપાસ : છાપામારીમાં સુરત પોલીસે ઘટના સ્થળથી જે હલકી ગુણવત્તાના દારૂ સાથે મિશ્રણ કરી બનાવટી દારૂના કામે લેવાતા હતાં તે જુદા જુદા કેમિકલો મળી આવ્યા હતા. એ કેમિકલની વધુ તપાસ માટે એફ.એસ.એલ ની મદદ લીધી હતી. ત્યારે હાલ પરીક્ષણ રિપોર્ટ બાદ જ કેમિકલ વીશે સાચી માહિતી મળશે. તેમજ કેટલા સમયથી દારૂ રીપેકિંગ કરવા સાથે કોને કોને અને કેટલો દારૂ વેચ્યો છે તેની માહિતી બુટલેગરો પકડાયા બાદ જ જાણવા મળશે.

  1. Vadodara Crime : લોટની બેગોની આડમાં લઈ જવાતો લાખો રુપિયાનો દારુ ઝડપાયો, પોલીસને જોઇ છૂ થઇ ગયો ટેમ્પાચાલક
  2. Valsad Crime : લો હવે દારુની ખેપ મારતા એસઆરપી જવાન ઝડપાયો, પારડી પોલીસની સતર્કતાથી કરેલી કારી ફાવી નહીં
  3. Fake foreign liquor factory caught : શહેરના પોશ વિસ્તારમાંથી બનાવટી વિદેશી દારુની ફેક્ટરી ઝડપાઈ, બે આરોપીની ધરપકડ કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.