સુરત : સુરત શહેરમાં રોડ અકસ્માતની વધુ એક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. લીંબાયત વિસ્તારમાં સર્વિસ રોડ પર ઇકો કારચાલકે બાળકો અને મહિલા સહિત 5 લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો બીજી તરફ પોલીસે કારચાલકની અટકાયત કરી કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 29 વર્ષીય રૂપેશ દતુભાઈ પોલેકરની અટકાયત કરી છે.
આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં પોલીસે કારચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે કારચાલક 29 વર્ષિય રૂપેશ દતુભાઈ પોલેકરની અટકાયત કરી કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...આર. બી. ઝાલા (ઇન્સ્પેકટર, લીંબાયત પોલીસ )
ટીટીએલ માર્કેટ તરફના રસ્તા પર બની ઘટના : સુરત શહેરમાં એક ઇકો કાર ચાલકે મહિલા અને બાળકો સહિત 5 લોકોને અડફેટે લીધા હોવાના ચોકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. લીંબાયત સ્થિત મહાપ્રભુનગર સર્કલથી ટીટીએલ માર્કેટ તરફ જતા સર્વિસ રોડ પર ઇકો કારચાલકે ત્યાંથી પસાર થતા મહિલા અને બાળકો સહિત 5 લોકોને અડફેટે લીધા હતાં. અકસ્માતની આ ઘટનાને લઈને ઘડીક ત્યાં અફરાતફરી મચી ગયી હતી અને લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું.
કારચાલક ફરાર : આ ઘટનામાં એક પુરુષને પગમાં ફેકચર થયું હતું જયારે તેની દીકરીને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ઇકો કારચાલક મહિલા અને બાળકોને અડફેટે લઈને ત્યાંથી ફરાર થઇ જાય છે તો બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકો દોડી આવે છે અને રોડ પર પટકાયેલા બાળકો અને મહિલાને ઉભા કરે છે.