ETV Bharat / state

Surat Crime : અડાજણમાં એનઆરઆઈ દંપતિ લૂંટાયું, ડોલરમાં કન્વર્ટ કરવા રાખેલા સાત લાખ રૂપિયા લૂંટારા લઇ ગયાં

author img

By

Published : Feb 21, 2023, 7:34 PM IST

સુરતના અડાજણમાં એનઆરઆઈ દંપતિને બંધક બનાવીને લાખો રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. આજે સવારે પાંચ લૂંટારુઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ દાગીના ઉપરાંત NRI વૃદ્ધ દંપતિએ સાત લાખ રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવા રાખ્યા હતાં તે પણ લૂંટી ગયાં હતાં.

Surat Crime :  અડાજણમાં એનઆરઆઈ દંપતિ લૂંટાયું, ડોલરમાં કન્વર્ટ કરવા રાખેલા સાત લાખ રૂપિયા લૂંટારા લઇ ગયાં
Surat Crime : અડાજણમાં એનઆરઆઈ દંપતિ લૂંટાયું, ડોલરમાં કન્વર્ટ કરવા રાખેલા સાત લાખ રૂપિયા લૂંટારા લઇ ગયાં

સુરત : સુરતના અડાજણ વિસ્તારમાં એક વૃદ્ધ એનઆરઆઈ દંપતિને બંધક બનાવીને લાખો રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મંગળવારે સવારે પાંચ લૂંટારુઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તે જ સમયે સિનિયર સિટીઝને ચપ્પુ વડે દંપતિને બંધક બનાવી ઘરમાં રાખેલી રોકડ અને દાગીના લઈ ફરાર થઈ ગયા હતા.

વૃદ્ધ દંપતિએ રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવા માટે રાખ્યા હતા : અમેરિકા જઈ રહેલા વૃદ્ધ દંપતિએ 7 લાખ રૂપિયા ડોલરમાં કન્વર્ટ કરવા માટે રોકડ રૂપિયા ઘરે રાખ્યા હતા. જો કે, સવારે 7:00 વાગ્યે આવેલા લૂંટારુઓએ આ તમામ પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે લૂંટારાઓને પકડવા માટે સુરતની તમામ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. હાલ તો આ લૂંટમાં કોઈ જાણભેદુ સંડોવાયેલ હોવાની શક્યતા પોલીસને લાગી રહી છે.

આ પણ વાંચો Surat Loot Case: જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરનારી ગેંગ જેલભેગી, LCBની મોટી સફળતા

એનઆરઆઈ દંપતિને બંધક આમ બનાવ્યું : સુરતના રાંદેર પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પ્રાઈમ આર્કેડની સામે રણછોડનગર સોસાયટીમાં કાશીરામ પટેલ અને તેમના પત્ની નીતાબેન પટેલ નામના વૃદ્ધ દંપતિ રહે છે. દરરોજની જેમ તેઓ દરવાજો ખુલ્લો રાખીને સવારે અખબાર લેવા નીકળ્યા હતાં. જ્યારે ખુલ્લા દરવાજાનો લાભ લઈ પાંચ લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા હતાં અને વૃદ્ધ એનઆરઆઈ દંપતિને બંધક બનાવી ઘરમાંથી સાત લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

જાનથી મારી નાખવાની ધમકી આપી : આ અંગે કાશીરામભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાઇક પર લૂંટ કરવા આવેલા પાંચ જેટલા યુવકોએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. તે જ સમયે તેઓ પેપર લેવા બહાર નીકળ્યા હતાં ત્યારે તેઓએ મારું મોઢું દબાવીને અંદર લઇ ગયા હતા. મને ચપ્પુ બતાવી ધમકી આપી હતી. દરમિયાન અન્ય રૂમમાં સૂતેલી મારી પત્ની જાગી જતાં બંધકોએ તેણીને ચપ્પુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ઘરમાં રાખેલા રૂ.7 લાખની રોકડની લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર 1400 કિલો ચાંદી અને ઈમિટેશનની થઇ લૂંટ, પોલિસે કરી નાકાબંધી

અન્ય વ્યક્તિને બચાવવા કહ્યું : કાશીરામભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાંથી રૂ.7 લાખની રોકડની લૂંટ કર્યા બાદ લૂંટારુઓ અમારું હાથપગ અને મોઢું બાંધી ભાગી ગયા હતા. એ જ હાલતમાં કૂદીને હું બહાર આવ્યો અને ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને બચાવવા કહ્યું. જેથી સોસાયટીના લોકો પણ એકઠા થઈ ગયા હતાં. જો કે, ત્યાં સુધીમાં લૂંટારુઓ નાસી ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.