ETV Bharat / state

Surat Crime News : યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની સુરતમાં ધરપકડ પહેલા કાળી બેગ સાથે સીસીટીવીમાં કેદ થયો - CCTV

ભાવનગર ડમી ઉમેદવાર કાંડ મામલે એક પછી એક ઘટનાઓ ઝડપથી બહાર આવી રહી છે. યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલને સુરતમાં ઝડપી લેવામાં આવ્યો છે. કાનભા ગોહિલ સુરતમાં ધરપકડ પહેલા કાળી બેગ સાથે સીસીટીવીમાં કેદ થયો હતો.

Surat Crime News : યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની સુરતમાં ધરપકડ પહેલા કાળી બેગ સાથે સીસીટીવીમાં કેદ થયો

author img

By

Published : Apr 22, 2023, 9:27 PM IST

ગોપીપુરા ખાતે આવેલા વિહાર એપાર્ટમેન્ટમાં રહેતો હતો કાનભા

અમદાવાદ : યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભાવનગર SIT સાથે મળી પ્રિવેન્શન ઓફ ક્રાઈમ સુરત પોલીસે યુવરાજસિંગના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરી છે. ચકચારી ડમી ઉમેદવાર કાંડમાં યુવરાજસિંહની ધરપકડ બાદ હવે તેના સાળા કાનભા ગોહિલની સુરતના ગોપીપુરા વિસ્તારથી ધરપકડ કરાઈ છે. આ વચ્ચે ધરપકડ પહેલા કાનભા હાથમાં કાળી બેગ લઈને એક સીસીટીવી ફૂટેજમાં જોવા પણ મળે છે.

ગોપીપુરાથી ઝડપાયો કાનભા : રાજ્યભરમાં ભાવનગર ડમી ઉમેદવાર કાંડ ચર્ચાનો વિષય છે. વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે એટલું જ નહીં યુવરાજસિંહ બાદ તેના સાળા કાનભાની પણ ધરપકડ કરાઈ છે. ગોપીપુરા ખાતે આવેલા વિહાર એપાર્ટમેન્ટમાં છેલ્લા કેટલાક દિવસથી કાનભા ફ્લેટ નંબર B/401 રોકાયો હતો. અગાઉ તે સુરત જિલ્લાના વેલંજામાં રોકાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને લાગ્યું કે પોલીસે તેના સુધી પહોંચી જશે જેથી તે સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેવા માટે આવી ગયો હતો.

આ પણ વાંચો Bhavnagar Crime News : 5 એપ્રિલે યુવરાજસિંહે કયા ડમીના નામ ખોલ્યાં હતાં અને યુવરાજસિંહની ધરપકડ શા કારણે થઇ એ જાણો

હાથમાં કાળા રંગની એક બેગ : કાનભા અગાઉ પોતાના મિત્ર વિક્રમના ઘરે પણ રાત્રિ રોકાણ કરી ચૂક્યો છે. ભાવનગર ખાતે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ યુવરાજસિંહ અને તેની ટીમ વિરુદ્ધ ખંડણી અંગેનો કેસમાં તેના સાળાની પણ ધરપકડ કરાઈ છે. યુવરાજને જ્યારથી સમન્સ પાઠવવામાં આવ્યા હતાં ત્યારથી જ કાનભા ફરાર હતો. ગોપીપુરા વિસ્તારમાં જ્યાં કાનભા રોકાયો હતો ત્યાંના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કાનભાની ધરપકડ પહેલાંનો આ વિડિયો છે જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે આરોપી કાનભા માસ્ક પહેરીને ઉભો છે અને તેના હાથમાં કાળા રંગની એક બેગ છે. આ બેગમાં શું હતું તેની તપાસ ભાવનગર એસઆઇટી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો Dummy Candidate Scam: આપ નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયા

ભાવનગર SIT સાથે મળી આરોપીની ધરપકડ : પીસીબી પાસેથી મળતી માહિતી મુજબ એસઆઇટી ભાવનગર સાથે મળીને પીસીબીના પોલીસકર્મીઓએ આરોપીને ઝડપી પાડ્યા હતાં. આરોપી મૂળ ભાવનગરના ભીખડા ગામના રહેવાસી છે અને તેની ઉપર ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પાર્ટ- એ આઈપીસી ની કલમ 386,388, 120 (બી) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર એસઆઇટી તેની શોધખોળ કરી રહી હતી. આરોપીની ધરપકડ ગોપીપુરા વિસ્તારથી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.