સુરત: જિલ્લામાં હાલ સતત આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, નજીવા કારણે લોકો આત્મહત્યા કરી રહ્યાં છે. જેને લઇને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે, પ્રાપ્ત માહિતી અનુસાર ચોર્યાસી ગામની ગ્રીનસીટી ઘર નંબર 40માં રહેતો પાલાભાઈ નગાભાઈ ગોજીયા શનિવારના રોજ સવારે પોતે મંદિર જઈને આવું એમ કહી નીકળ્યો હતો. જે રાત્રીના આઠ વાગ્યા સુધીમાં ઘરે પરત આવ્યો ના હતો. જે અંગે પિતા નગાભાઈ વજસીભાઈ ગોજીયાએ પુત્ર પાલાભાઈની ગત 24 માર્ચના રોજ કામરેજ પોલીસ મથકે તેના ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
Surat News : માસૂમ બાળકી પર હડકાયો શ્વાન ત્રાટક્યો, માંડ માંડ ગામલોકોથી ભાગ્યો
ડી કંપોઝ હાલતમાં મળી આવ્યો મૃતદેહ: જે ગુમ થયેલ યુવક પાલાભાઈની મૃતદેહ કામરેજના આંબોલી ગામના પ્રજાપતિ ફળિયા નજીક તાપી તટેથી ડી કંપોઝ હાલતમાં મળી આવ્યો હતો. કામરેજ પોલીસ મથકે મૃતકના સગા ધરણાંત ભાઈ લક્ષ્મણ ગોજીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક પાલાભાઈને પોતાના પિતાએ વતનમાં ખેતી કરવા માટે નાણાં આપ્યા હોય જે નાણાં મૃતક પાલા ભાઈએ ખર્ચ કરી નાંખ્યા હતા. જેથી પિતા તેને ઠપકો આપશે એવા ડરથી તેણે તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી, સમગ્ર મામલે હાલ કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Surat Police Rescue: કોઝવેમાં પડેલા વૃદ્ધનું સુરત પોલીસે કર્યું રેસ્કયું, હોસ્પિટલ ખસેડ્યા
થોડા દિવસ પહેલા યુવતીએ કરી આત્મહત્યા: થોડા દિવસ પહેલા કામરેજની શિવ આવાસ સોસાયટી ખાતે રહેતી 24 વર્ષીય યુવતીએ ઘરમાં લગાવેલી એગલ સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજની શિવ આવાસ સોસાયટી ઘર નંબર A/16 માં વાઘેલા પરિવારમાં રહેતી મુકતા ઉર્ફે મમતા દિનેશ વાઘેલા નામની 24 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણો સર પોતાના ઘરની એગલ સાથે કાપડના લેસ પટ્ટો ગાળામાં લગાવી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે મૃતક મુકતા ઉર્ફે મમતા વાઘેલાના પિતા દિનેશભાઈ દેવજીભાઈ વાઘેલાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને કામરેજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.