ETV Bharat / state

સુરતમાં સલાબતપુરામાં ઘરમાં ઘૂસેલા ચોરે દંપતિ પર કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો, ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું મોત

સુરતમાં સલાબતપુરામાં મળસ્કે ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરે પ્રતિકાર કરી રહેલા ઘરમાલિક અને તેમની પત્ની પર હુમલો કરી દીધો હતો. જેમાં ઇજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે ફરાર આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

સુરતમાં સલાબતપુરામાં ઘરમાં ઘૂસેલા ચોરે દંપતિ પર કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો, ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું મોત
સુરતમાં સલાબતપુરામાં ઘરમાં ઘૂસેલા ચોરે દંપતિ પર કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો, ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું મોત
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 5:15 PM IST

સુરત : સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાબની વાડી વિસ્તારમાં ગુરુવારે મળસ્કે ચોર એક ઘરમાં ઘૂસ્યો હતો. પરિવાર જાગી જતા ચોરને પકડવા ગયેલી મહિલા અને પતિને ચોરે ચપ્પુ મારી દેતા મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ઇજા પહોંચી હતી. ચોર સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ કરી રહી છે. જાણ થતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાઓ આધારે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે...બી. આર. રબારી ( પોલીસ ઇન્સ્પેક્ટર, સલાબતપુરા પોલીસ સ્ટેશન )

ઘરમાં ઘૂસ્યો ચોર : સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં નવાબની વાડી ખાતે આવેલ કુબેરજી હાઉસની સામે રહેતા 57 વર્ષીય ફરસારામ જોઈતાજી પ્રજાપતિ અને 48 વર્ષીય પત્ની ગીતાબેન, બે પુત્રો ભરત અને જીતુ તેમજ એક પુત્રી નીતુ સાથે રહે છે. બુધવારના રોજ પરિવાર જમી પરવારીને સૂઈ ગયો હતો. દરમ્યાન ગુરુવારે મળસ્કે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક અજાણ્યો ઇસમ તેમના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસી આવ્યો હતો.

ઇજાગ્રસ્ત મહિલાનું મોત
ઇજાગ્રસ્ત મહિલાનું મોત

ચોરને પકડવા જતા દંપતિ પર હુમલો : ચોર ઘૂસતા જ પરિવારના સભ્યો જાગી ગયા હતાં અને તેને પકડવા જતાં ચોરે ગીતાબેનને પીઠના ભાગે ચપ્પુ મારી દીધું હતું. પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ ફરસારામ પર પણ ચોરે ચપ્પુથી હુમલો કરી દીધો હતો. આમ પ્રતિકાર કરવામાં ઇજાગ્રસ્ત દંપતિનેે જોઇ ચોર સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. હુમલામાં ઇજા પામેલ દંપતિને લોહીલુહાણ હાલતમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે ગીતાબેનને મૃત જાહેર કર્યા હતાં.

  1. બનાસકાંઠા ક્રાઈમ ન્યૂઝઃ પતિ, પત્ની ઔર વોનો કરુણ અંજામ, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી કરપીણ હત્યા
  2. અંજારના 19 વર્ષીય યુવકનું અપહરણ કરી હત્યા કરનારા 2 ઝડપાયા, પોલીસે 350 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.