ETV Bharat / state

Surat Crime News : સુરતના પાંડેસરામાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ, આરોપી સામે પોકસો એક્ટનો ગુનો નોંધાયો - દુષ્કર્મનો પ્રયાસ

સુરતમાં બની રહેલી દુષ્કર્મની ઘટનાઓમાં વધુ એક કેસ ઉમેરાય તેવો કિસ્સો પાંડેસરામાં બન્યો હતો. પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હતો. રમતાં રમતાં બાળકી ન દેખાતાં પરિવારે તરત જ શોધખોળ કરતાં તેનો રડવાનો અવાજ આવતાં પરિવાર ત્યાં પહોંચી ગયો હતો અને બાળકી બચી ગઇ હતી.

Surat Crime News : સુરતના પાંડેસરામાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ, આરોપી સામે પોકસો એક્ટનો ગુનો નોંધાયો

author img

By

Published : Mar 18, 2023, 6:25 PM IST

પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હતો

સુરત : સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે બાળકીના પરિવારે નરાધમનેં પકડી પોલીસને હવાલે કર્યો હતો. પાંડેસરા પોલીસે આ મામલે પોકસો એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

પરિવાર આવી જતાં બચી બાળકી : સુરત શહેરમાં ફરી પાછી દુષ્કર્મનો જેવી ઘટના બનતા રહી ગઈ હતી. 6 વર્ષની બાળકી ઉપર હવસખોર પાડોશી દ્વારા જ તેને પોતાના રૂમમાં લઈ જઈ દરવાજો બંધ કરી અડપલાં શરુ કરતાં બાળકી રડવા લાગી હતી.બીજી બાજુ બાળકી અચાનક ગાયબ થતા શોધખોળ હાથ ધરી હતી. તેવામાં પરિવારજનો આવી ગયા હતાં અને દરવાજો ખોલવા માટે કહેતા હવસખોરે બાળકીને કપડાં પહેરાવી બાદમાં દરવાજો ખોલ્યો હતો. પરિવારે બાળકીને પૂછતાં સમગ્ર ઘટના સામે આવતા જ લોકોએ હવસખોરને બરોબર મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો Surat Crime News : સુરતમાં અઢી વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ

શી રીતે બની ઘટના : પાંડેસરા પોલીસને જાણ થતાં તરત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતાં આરોપીનેં ડીટેઇન કરી પાંડેસરા પોલીસ આ મામલે પોકસો એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.કામલીયાએ જણાવ્યું કે, આ ઘટના ગઈકાલે બની હતી અને બાળકીના પરિવારે પોલીસને જાણ કરી હતી. પાંડેસરા પોલીસે બાળકીના પરિવારના ફરિયાદના આધારે તેમની 6 વર્ષની બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે અચાનક ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. પરિવારે બાળકીની શોધખોળ કરતા બોલવા લાગ્યા હતાં. ત્યારે જ તેમના બાજુના રૂમમાંથી બાળકીનો રડવા જેવો અવાજ આવ્યો હતો. પરિવારે જ્યાં અવાજ આવતો હતો ત્યાંના રુમમાં આરોપી અનિરુદ્ધ અનુજ સિંગનો દરવાજો બંધ હતો. જેથી દરવાજો ખખડાવતા બાળકીનો ફરી અંદરથી રડવાનો અવાજ આવ્યો હતો. બાદમાં આરોપીએ દરવાજો ખોલ્યો હતો અને બાળકીને પરિવારે લઇ લીધી હતી.

આ પણ વાંચો Surat Crime: સુરતમાં બાળકીને રમાડવાના બહાને લઈ જઈ પિતાના જ મિત્રએ કર્યું દુષ્કર્મ, CCTVમાં ભાંડો ફૂટ્યો

પોકસો એક્ટ મુજબનો ગુનો નોંધાયો : આરોપીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.કામલીયાએ વધુમાં જણાવ્યું કે, જયારે આરોપી અનિરુદ્ધ અનુજ સિંગએ રૂમનો દરવાજો ખોલ્યો તો બાળકીનેં પૂછતાં આરોપીના કરતૂતની જાણ થઇ હતી.બાળકી સાથે હરકતો થઇ હોવાની સમગ્ર ઘટના સામે આવતા લોકો દ્વારા આરોપીનેં માર મારવામાં પણ આવ્યો હતો. જોકે ત્યારબાદ પોલીસને ફોન કરવામાં આવ્યો હતો.પોલીસે આરોપીને ડીટેન કર્યો છે. પણ અમારા તપાસમાં તેને દુષ્કર્મ કર્યું નથી એવું જણાવ્યું છે. તેમાં છતાં બાળકી ઉપર દુષ્ક્રર્મ કરવામાં આવ્યું છે કે નહીં તેની માટે અમે બાળકી અને આરોપીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે. અમેે આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી આ બાબતે એસીપી ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું કે, પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં આ બનાવ બન્યો છે. એક 6 વર્ષની દીકરીને તેમના પાડોશી અનિરુદ્ધ સિંગ જેઓ દીકરીનેં પોતાના રૂમમાં લઇ જઈ અડપલાં કરવાનો પ્રયત્ન કરતા દીકરીએ બુમાબુમ કરતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ તરત પોલીસને જાણ કરી હતી. જેમાં બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી હતી. અનિરુદ્ધ સિંગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ. પ્રાથમિક માહિતી અનુસાર આરોપી દીકરીને કોઈ લાલચ આપીને લઈને ગયો હતો. બાળકીને શોધવામાં સમયસર સફળતા મળતાં દીકરીનો બચાવ થઇ શક્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.