ETV Bharat / state

Surat Crime: પરોઢિયે મકાનમાં ઘુસી મહિલાઓ મોબાઈલ ચોરી કરતી, પુરુષો બીજા રાજ્યમાં વેચી મારતા - Mobile Thief Kanjar Gang

રાજ્યમાં ખુલ્લા મકાનમાં મોબાઈલ ચોરી કરતી કંજર ગેંગ ઝડપાય છે. વહેલી સવારે મહિલાઓ ખુલ્લા મકાનમાં પ્રવેશ કરીને મોબાઈલ ચોરીનો અંજામ આપતી હતી. ચોરીના મોબાઈલ પુરુષ મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યમાં વેચી મારતા હતા. ત્યારે આ ગેંગ કેવી રીતે ઝડપાય જૂઓ.

Surat Crime : પરોઢિયે મકાનમાં ઘુસી મહિલાઓ મોબાઈલ ચોરી કરતી, પુરુષ બીજા રાજ્યમાં વેચી મારતા

author img

By

Published : Mar 25, 2023, 4:13 PM IST

ગુજરાતમાં મોબાઈલ ચોર કરીને અન્ય રાજ્યમાં મોબાઈલ વેચી નાખતી ગેંગ ઝડપાય

સુરત : મહિલાઓને પોતાના ગેંગમાં સામેલ કરી તેમની દ્વારા સેન્ટ્રલ મુંબઈ, પુણે અને ગુજરાતના અનેક શહેરોમાં ખુલ્લા મકાનમાં મોબાઇલની ચોરી કરનાર આંતરરાષ્ટ્રીય કંજર ગેંગના છ સભ્યો ઝડપાયા છે. જેમાંથી ચાર મહિલા અને બે પુરુષ છે. પોલીસે આ ગેંગના સભ્યો પાસેથી 51 મોબાઈલ કબજે કરી 50થી વધુ ગુનાના ભેદ ઉકેલ્યા છે. એક રાજ્યમાંથી મોબાઇલની ચોરી કરી તેઓ બીજા રાજ્યમાં વેચતા હતા.

શું છે સમગ્ર મામલો : સવારના સમયે ખુલ્લા મકાનમાં કંજર ગેંગની મહિલાઓ ઘુસી રૂમમાં મૂકવામાં આવેલા મોબાઈલની ચોરી કરતી હતી. એટલું જ નહીં આ ચોરીના મોબાઈલ ગેંગના પુરુષ સભ્ય મુંબઈ ગુજરાતના અન્ય રાજ્યોમાં વેચી દેતા હતા. માત્ર સુરત જ નહીં પરંતુ આ ગેંગના સભ્યોએ મહારાષ્ટ્રના મુંબઈ, પુણે સહિત ગુજરાતના અનેક શહેરોમાં આતંક મચાવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, કંજર ગેંગના છ સભ્યો સુરતમાં છે અને આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ કંજર ગેંગના છ સભ્યોની ધરપકડ કરી હતી. હવે આરોપીઓની પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી છે.

આ પણ વાંચો : Bhavnagar Crime : રાજ્યના 51 મંદિરોમાં 11 વર્ષથી ચોરીનો હાથ ફેરો કરનાર ત્રિપુટી ઝડપાઈ

ચાર મહિલાની ધરપકડ : આ ગેંગના સભ્યો છેલ્લા ધોઢ એક વર્ષથી ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરોને નિશાન બનાવી રહ્યા છે. તેઓએ ગુજરાતના સુરત, હાલોલ, સાણંદ, વડોદરા, અમદાવાદ જ્યારે મહારાષ્ટ્રના અને મુંબઈ પુણે સહિતના શહેરોમાં મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. તેઓ વહેલી સવારે ખુલ્લા મકાનમાં પ્રવેશ કરી અથવા તો બારીમાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા હતા. એક રાજ્યમાંથી મોબાઈલની ચોરી કરી તેઓ અન્ય રાજ્યોમાં વેચતા હતા. માત્ર મોબાઇલ જ નહીં પરંતુ તેઓ રોકડ રૂપિયા અને કિંમતી વસ્તુઓની પણ ચોરી કરતા હતા. પોલીસે કંજર ગેંગના મુખ્ય આરોપી અજય રાજનટ, રવિ રાજનટ સહિત ચાર મહિલા મનીયા, રાયન, હિના અને સલમાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : ચોકલેટી ચોરને જોઈને પોલીસ ચોંકી ઉઠી, લાખોના સામાન સાથે મહિલાની કરી ધરપકડ

કંજર ગેંગના મુખ્ય આરોપી અજયની ધરપકડ : આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચની DCP રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, કંજર ગેંગના મુખ્ય આરોપી અજયની ધરપકડ કરવામાં આવી છે. જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે સુરત શહેરના અનેક વિસ્તાર અને વડોદરામાં પણ મોબાઈલ ચોરીના ઘટનામાં ઝડપાઈ ચુક્યો છે. અગાઉ તે પાસા અટકાયતી પગલાં અને વડોદરા સેન્ટ્રલ જેલમાં કારાવાસ ભોગવી રહ્યો હતો. આ લોકો મહિલાઓ પાસેથી ચોરી કરાવતા હતા અને ચોરીના મોબાઈલ અન્ય રાજ્યોમાં વહેંચી દેતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.