ETV Bharat / state

Surat Crime: પ્રેમીએ પ્રેમિકાને મળવા માટે હોટલમાં બોલાવી અને ગળા પર ફેરવી દીધી ચાકુ, આરોપી પ્રેમીની ધરપકડ

સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના ઘટતી રહી ગઈ છે. સુરતના પુણાગામ વિસ્તારમાં એક યુવકે પોતાની પ્રેમિકાને હોટલના રૂમમાં લઈ જઈ ગળા પર ચપ્પું મારી દેવાની ઘટના સામે આવી છે. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

પ્રેમિકાને ગળાના ભાગે ચાકુ મારનારની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2023, 4:46 PM IST

પ્રેમિકાને ગળાના ભાગે ચાકુ મારનારની ધરપકડ

સુરત: સુરતમાં ગઈકાલે ફરી એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના ઘટતા રહી ગઈ. સુરતના પુણા ગામ વિસ્તારના એક યુવકે તેની પ્રેમિકાને મળવા માટે હોટલમાં બોલાવી હતી, જ્યાં તેણે તેની પ્રેમિકાને રૂમમાં લઈ જઈ તેના ગળા પર ચાકુ મારીને ઈજાગ્રસ્ત કરી હતી. આ મામલે પૂર્ણા પોલીસ સહીત ડીસીપી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં પોલીસે તે સમય દરમિયાન જ આરોપી એવા નિલેશ સોંડાગરની ધરપકડ કરી લીધી હતી.

પ્રેમિકાને ગળાના ભાગે ચાકુ મારનાર આરોપીની ધરપકડ

કોણ છે આરોપી: આ અંગે સુરત શહેર પોલીસના એસીપી પી.કે.પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે શનિવારે પૂર્ણા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, સુરતના પુણા ગામની ગીતાનગર સોસાયટીમાં રહેતી 21 વર્ષીય યુવતી નિલેશ સોંડાગર નામના યુવાન સાથે પ્રેમ સંબંધમાં હતી. આ દરમિયાન યુવતીનો ફોન સતત વ્યસ્ત આવતા આરોપીના મનમાં શંકા ઘર કરી ગઈ અને તેણે યુવતીને પુણા ગામની એક હોટેલમાં મળવા માટે બોલાવી હતી. જ્યારે યુવતી હોટલમાં તેને મળવા પહોંચી ત્યારે શંકાશીલ બનેલા આ આરોપીએ તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

આરોપીની ધરપકડ: આરોપી નિલેશ સોંડાગરે યુવતીના ગળા પર ચાકુ ફેરવી દેતા તે ઇજાગ્રસ્ત થઈ હતી જેના કારણે તેણે બૂમાબૂમ કરતા હોટલનો સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવતીને લોહી વહેતું જતું હોવાથી તાત્કાલિક હોસ્પિટલે ખસેડી હતી. આ સમગ્ર મામલે હોટલ દ્વારા પુણા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આરોપી યુવકની તાત્કાલિક ધરપકડ કરી હતી અને આગળની તપાસ ચાલી રહી છે. આ મામલે હોટલની ગેરકાયદે પ્રવૃત્તિ દેખાશે તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી અને કડક પગલાંઓ લેવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.

  1. Surat Crime : વિકલાંગ યુવતીને લગ્નની લાલચે ફસાવી, ગર્ભપાત પણ કરાવ્યો પછી જ્ઞાતિવિષયક અપશબ્દો કહી તરછોડી
  2. Mahisagar Crime: શાળાના આચાર્યએ સગીરા પર કર્યો બળાત્કાર, ચા પીવાના બહાને ઘરે બોલાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.