સુરત : શહેરમાં દિવસને દિવસે ગુના ખોરી વધી રહી છે. ગુના કરનારા લોકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને ખુલ્લેઆમ તેઓ ક્રાઇમ કરી જતા રહે છે. શહેરના અમરોલી વિસ્તારમાં નામચીન ગેંગ કહેવાતી એવી લાલુ જાલીમની ગેંગ સક્રિય થઈ હોય તેવી લાગી રહ્યું છે. તેમના જ ગૅંગમાં અંદરોઅંદર કોઈ વાતે ઝઘડો થયો હોય અને તેમના જ ગેંગના સભ્ય શિવ કાલુ દ્વારા કાના રાઉત ઉપર લોખંડના પાઇપ અન્ય હથિયાર જોડે હુમલો કરવામાં આવ્યો છે. જેથી કાના રાઉત ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હાલ આ મામલે અમરોલી પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નામચીન ગેંગ લાલુ ઝાલિમ : ઉલ્લેખનીય છે કે, અમરોલી વિસ્તારમાં લાલુ જાલીમના ગેંગનો એક સમયે પહેલા ખૂબ આતંક હતો. જેને પોલીસે જેમના એક પછી એક સભ્યોને પકડી જૈલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ગેંગ વિરુદ્ધ લૂંટ, હત્યા, હપ્તાખોરી, મારામારી જેવી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હાલ આ ગેંગનો મુખ્ય આરોપી લાલુ જાલીમ પણ જેલમાં છે, ત્યારે આ ગૅંગમાં અંદરોઅંદર કોઈ વાતે ઝઘડો થયો હોય તેવી ઘટના સામે આવી છે. જેથી એક જ ગેંગના સભ્ય બીજા સભ્યની હત્યાનો પ્રયાસ કર્યો છે.
ઘટનાના CCTV ફૂટેજ : CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કોઈ એક પ્રસંગ ચાલતું હોય તેની પાછળથી છથી સાત લોકો દોડી રહ્યા છે. તેમાંથી બે લોકોને હાથમાં તલવાર અને લોકોને પાઇપ જોવા મળી રહ્યો છે. જેઓ કાના રાઉતને મારવા માટે દોડી રહ્યા છે. પોલીસે CCTVના મદદથી હાલ તપાસ શરૂ કરી છે.
પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ : આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.પી.બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, લાલુ જાલીમ ગેંગ ફરીથી સક્રિય થઈ નથી. આ તો એમના જ અંદરો અંદરના ઝઘડો છે. કોસાડ આવાસમાં રહેતા 23 વર્ષીય કાન્હા રાઉત પર ત્રણથી ચાર જેટલા લોકોએ ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. જેથી કાન્હા રાઉત જીવ બચાવવા માટે ભાગ્યો પણ હતો. તે ભાગીને અન્ય સ્થળે છુપાઈ જાય છે. તે ઈજાગ્રસ્ત પણ થયો હતો. તેને તેના જ મિત્રો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની ત્યાં સારવાર ચાલી રહી છે. ઉપરાંત તેમના ગેંગના સભ્ય એ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.
આ પણ વાંચો : Rajkot Crime : રાજકોટમાં જમીન પર દબાણ મામલે સરકારી વકીલ પર હુમલો
બનાવ પાછળનું કારણ : વધુમાં જણાવ્યું કે, આ લાલુ જાલીમ ગેંગના સભ્યો છે. જેઓ પૈસાની લેતીદેતીમાં અંદર અંદર ઝઘડો કરી એકબીજાને મારવાના ફિરાકમાં હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે હાલ ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. એમાં પ્રકાશ રાજપુત, શિવમ કાલી અને પ્રશાંત ટકલા એમ ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Chhattisgarh Crime News : પિતાએ પરિવાર પર કર્યો હુમલો, 18 વર્ષની દીકરીનું મૃત્યુ
આ પહેલા પણ હુમલો : આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા કાના રાઉતે જણાવ્યું કે, મને શિવમ કાલી, ટકલા બિહારી, પ્રકાશ અને કુર્ણાલ કલી એમ કુલ 4 લોકો મારા ઘર પાસે બેસી રહ્યા હતા. હું ઘરથી બહાર નીકળ્યો હતો એટલે આ લોકો રીક્ષામાં તલવાર ધારિયા લઈને બેસી રહ્યા હતા. આ લોકો અચાનક જ મારી પાછળ ભાગ્યા હતા એટલે હું ભાગ્યો હતો. મને પકડીને મારી પર હુમલો કર્યો હતો. મારા માથે પણ ઈજાઓ પહોંચાડી છે. મારા હાથમાં ફેક્ચર થઈ ગયો છે. આ તમામ લોકોને નિકુંજ ચૌહાણ દ્વારા જ મને મારા માટે કહ્યું છે. આ પહેલા પણ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે મેં ડરના કારણે પોલીસ કેસ કર્યો ન હતો. આ લોકોએ આજે ફરી પાછી મારી ઉપર હુમલો કર્યો છે. ફરી પાછી તેમણે મેં ધમકી આપી છે કે અમે છૂટીને આવશું તો તને જોઈ લઈશું.