ETV Bharat / state

Surat Crime : વિકલાંગ યુવતીને લગ્નની લાલચે ફસાવી, ગર્ભપાત પણ કરાવ્યો પછી જ્ઞાતિવિષયક અપશબ્દો કહી તરછોડી - જ્ઞાતિવિષયક અપશબ્દો કહી તરછોડી

સુરતના ઓલપાડમાં વિકલાંગ યુવતીને લગ્નની લાલચ આવી વારંવાર બળાત્કાર કરનાર, ગર્ભપાત કરાવી દેનાર યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. યુવતીને પોતાની આપવીતી સામાજિક સંસ્થા અને પોલીસને પણ જણાવી અને યુવકની સમજાવટ કરવામાં આવી હોવા છતાં યુવકે અંતે જ્ઞાતિવિષયક અપશબ્દો કહી તરછોડવામાં આવતાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Surat Crime : વિકલાંગ યુવતીને લગ્નની લાલચે ફસાવી, ગર્ભપાત પણ કરાવ્યો પછી જ્ઞાતિવિષયક અપશબ્દો કહી તરછોડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 7:49 PM IST

બળાત્કાર સહિત અન્ય કલમોથી ગુનો નોંધાયો

સુરત : ઓલપાડ તાલુકાનાં એક ગામમાં રહેતા આદિવાસી સમાજની યુવતીને ગામના યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવકે લગ્ન કરવાની લાલચે પોતાના ઘરે અને અન્ય જ્ગ્યા પર બોલાવી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતાં યુવતી ગર્ભવતી થઈ હતી. ત્યારે યુવકે તેની સાથે લગ્ન કરી લેવાનું કહી ગર્ભપાત કરાવ્યો હતો અને તે બાદ યુવતી બીજા સમાજની હોવાનું બહાનું ઊભું કરી લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ કેસમાં પીડિત યુવતીએ પોલીસમાં અરજી કરતાં પોલીસ સમક્ષ સમાધાનમાં લગ્ન કરવાની તૈયારી બતાવ્યા બાદ પોતાની વાતથી ફરી જતાં ઓલપાડ પોલીસે યુવક વિરૂદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મળેલી ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલા યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે...આઇ.જે પટેલ (ડીવાયએસપી, સુરત ગ્રામ્ય )

વિકલાંગ યુવતીને ભોળવી: ઓલપાડ તાલુકાનાં દિહેણ ગામે રહેતા આદિવાસી પરિવારની વિકલાંગ યુવતી તેની માતા સાથે ગામના માતાજીનાં મંદિરે કામ કરવા જતી વખતે મંદિર નજીક જિગ્નેશ પટેલ નામનો યુવક પાનનો ગલ્લો ચલાવે છેે ત્યાં વેફર અને નાસ્તાની ચીજ વસ્તુ લેવા જતી હતી. જિગ્નેશ પટેલ યુવતીને કહેલું કે તું મને પસંદ છે હું તારી સાથે લગ્ન કરીશ આમ લગ્નની લાલચે યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ બે વર્ષના પ્રેમ સંબંધમાં તે યુવતીને અવારનવાર પોતાના ઘરે બોલાવી અને ક્યારેક દિહેણ ગામથી તેના ગામ તરફ જતાં રસ્તા પર આવેલ ખુલ્લા ગ્રાઉંડ પર લઈ જઈને શરીર સંબંધ બાંધેલો.

ગર્ભપાત કરાવી દીધો: આમ યુવતી સાથેના સારીરિક સંબંધને લઈને તે ગર્ભવતી થઈ હતી ત્યારે જિગ્નેશને કહેલું કે તારાથી મને ગર્ભ રહી ગયેલ છે તો આપણે લગ્ન કરી લઈએ. જિગ્નેશ પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું બહાનું બનાવી યુવતીને મનાવી લઈને ઓલપાડના સંજીવની હોસ્પિટલમાં લઈ જઈ ગર્ભપાત કરાવી દીધો હતો.

સંસ્થાની સમજાવટ નિષ્ફળ ગઇ: આમ ગર્ભપાત બાદ પણ યુવતીએ જિગ્નેશને લગ્ન કરી લેવા માટે વારંવાર ફોન કરતાં અંતે તેણે યુવતીને કહેલું કે આપણાં બન્નેની જાતિ અલગ હોવાથી હું તારી સાથે લગ્ન કરી શકું તેમ નથી. એવી વાત કહી ગાળો આપવા સાથે ત્યાર બાદથી યુવતીના ફોન ઉપાડવાના બંધ કરી દીધેલાં. યુવતી સાથે બનેલી ઘટના બાબતે ન્યાય મેળવવા તેણે ખાનગી સંસ્થાનો સંપર્ક કરતાં સંસ્થાના હોદેદારોએ પણ જિગ્નેશને સમજાવવા છતાં તે લગ્ન કરવા તૈયાર થયો નહીં.

પોલીસની મધ્યસ્થીમાં સમાધાન છતાં ફરી ગયો: ત્યાર બાદ યુવતીએ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં પોલીસની મધ્યસ્થીમાં જિગ્નેશ લગ્ન કરવા તૈયાર થઇં સમાધાન કર્યું હતું. જોકે બાદમાં તે થોડા દિવસ બાદ યુવતીને જાતિવિષયક અપમાન કરવા સાથે તું નીચી જાતિની હોવાથી હું તારી સાથે લગ્ન નથી કરવાનો એમ કહી ફરી ભોગ બનનાર યુવતી સાથે ખોટું કરતાં અંતે ઓલપાડ પોલીસે જિગ્નેશ બાબુભાઇ પટેલ રહે દિહેણ ગામના વિરૂદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમોથી ગુનો નોધવા સાથે તેને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. નવસારીઃ વિધવા મહિલાને ભોળવી દુષ્કર્મ આચરનારા પાખંડી તાંત્રિકની ધરપકડ
  2. Ahmedabad Crime : લવ, સેક્સ ઓર ધોકા, પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ દુષ્કર્મ ગુજારી પૈસા અને દાગીના પડાવ્યા અને અંતે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.