ETV Bharat / state

Government Grains Scam : સુરતમાં વધુ એક સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ 4 વોન્ટેડ જાહેર - વૉન્ટેડ જાહેર

સુરત જિલ્લામાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતી ટ્રક અને ત્યારબાદ મસમોટું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. હરિયાણા અને ગુજરાત સરકારની અનાજની બોરીઓ મળી આવતા પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી અનાજ માફિયા ચંદ્રેશ ખટીકને વૉન્ટેડ જાહેર કર્યો છે.

Government Gain Scam : સુરતમાં વધુ એક સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ 4 વોન્ટેડ જાહેર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 7:56 PM IST

Updated : Sep 26, 2023, 8:06 PM IST

અનાજ માફિયા ચંદ્રેશ ખટીક વૉન્ટેડ

સુરત : સરકાર દ્વારા ગરીબોને કોળિયાના રૂપે અનાજ આપવામાં આવે છે. પંરતુ કેટલાક ઈસમો ગરીબના કોળિયાનો પણ સોદો કરી નાખતા હોય છે. એક વખત નહીં પરંતુ અનેક વખત સુરત જિલ્લામાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું રહેતું હોય છે. સુરતમાં બે દિવસના સમયાંતરમાં બે જગ્યાએથી મસમોટું અનાજ સગેવગે કરવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે.

પુરવઠા વિભાગ અને પોલીસને જાણ કરાઇ : એક જાગૃત નાગરિકે માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો. ટ્રકમાં પાંચ નહીં દસ નહીં, પરંતુ 156 ઘઉં અને ચોખા ભરેલી ગુણો મળી આવી હતી. ટ્રક ઝડપી પાડ્યા બાદ પુરવઠા વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રક ડ્રાયવરને ઝડપી પાડી તેની પૂછપરછ કરવામાં આવતા આ ટ્રક ગોધરાથી અન્ય ટ્રક અનાજનો જથ્થો આવ્યો હતો અને ત્યાથી ટ્રકમાં અનાજનો જથ્થો પલ્ટી કરી અહીં લાવ્યો હોવાનું જણાવ્યું હતું.

આ બાબતે જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. એક ટ્રક ચાલકની પોલીસે અટક કરી છે અને અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે..પાર્થ જયસ્વાલ (માંગરોળ તાલુકા મામલતદાર )

કોસંબા પોલીસે ગોડાઉન તોડ્યું : આ સરકારી અનાજનો જથ્તો નજીકના ગોડાઉનમાંથી ખાલી કરાતો હોવાનું જણાવ્યું હતું. હકીકતના આધારે સવારે માંગરોળ મામલતદાર અને કોસંબા પોલીસે ગોડાઉન તોડ્યું હતું અને ગોડાઉન શટર તોડતા સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા. ગોડાઉનમાં 100 કે 200 નહીં પણ 1283 કોથળા ઘઉંના મળી આવ્યા હતાં. આ સાથે ચોખાના કટ્ટા સ્થળ પર મળી આવ્યા હતાં.

હજારો કિલોનો ઘઉંનો જથ્થો : ગોડાઉનમાં હજારો કિલોનો ઘઉંનો જથ્થો જે અનાજ સરકારી બોરીઓમાંથી ખાલી કરીને અન્ય પ્લાસ્ટિકના કોથળામાં ભરવામાં આવી રહ્યું હતું. મહત્વનું છે કે પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ગોડાઉનમાંથી ગવર્મેન્ટ ઓફ હરિયાણા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત એફએસએસઆઈ લખેલ તેમજ સરકારી સીલ લેબલવાળી બોરીઓ પણ મળી આવી હતી.

એકની ધરપકડ 4 વોન્ટેડ જાહેર : કોસંબા પોલીસે ઓલપાડના ટ્રક ડ્રાઇવર સાજીદ મજીદ પઠાણને ઝડપી પાડ્યો હતો. તેમજ ઓલપાડના અનાજ માફિયા ચંદ્રેશ ખટીક તેમજ અન્ય ત્રણ અજાણ્યા મજૂરોને વૉન્ટેડ જાહેર કરી કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે મહત્વનું છે કે અનાજ માફિયાઓ દ્વારા અવાર વાર ગરીબોને આપતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાતું રહેતું હોય છે. પરંતુ આવા અનાજ માફિયાઓને કડકમાં કડક સજા થાય તે હવે જરૂરી બન્યું છે.

  1. Government Gain Scam : ભરુચ એસઓજીએ સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપ્યું, કેટલો મુદ્દામાલ કબજે થયો જૂઓ
  2. Surat scandal: ફરી ગરીબોનું સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યુ, 2 ઝડપાયા
  3. Porbandar News : કુતિયાણામાં સરકારી અનાજને બારોબાર વેચી મારવાનું કૌભાંડ, 4 આરોપીની અટકાયત

Last Updated : Sep 26, 2023, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.