ETV Bharat / state

Surat Crime : ગર્ભ પરીક્ષણ મુદ્દે વૃદ્ધ ડોક્ટરને બ્લેકમેઇલ કરી ખંડણીના પ્રકરણમાં એક વર્ષથી ભાગેડુ મહિલા આરોપીની ધરપકડ

સુરત શહેર ઉધના વિસ્તારમાં હોસ્પિટલમાં ખોટી રીતે ગર્ભ પરીક્ષણ મુદ્દે 76 વર્ષીય ડોક્ટરને બ્લેકમેઇલ કરી 4 લાખની ખંડણી માંગવાનો કેસ બન્યો હતો. આ પ્રકરણમાં એક વર્ષથી નાસતી ફરતી આરોપી મહિલાની સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના જલગાંવથી ધરપકડ કરાઇ હતી.

Surat Crime : ગર્ભ પરીક્ષણ મુદ્દે વૃદ્ધ ડોક્ટરને બ્લેકમેઇલ કરી ખંડણીના પ્રકરણમાં એક વર્ષથી ભાગેડુ મહિલા આરોપીની ધરપકડ
Surat Crime : ગર્ભ પરીક્ષણ મુદ્દે વૃદ્ધ ડોક્ટરને બ્લેકમેઇલ કરી ખંડણીના પ્રકરણમાં એક વર્ષથી ભાગેડુ મહિલા આરોપીની ધરપકડ
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 5:56 PM IST

4 લાખની ખંડણી માંગવાનો કેસ

સુરત : વર્ષ 2022માં સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા પ્રસૂતિ ગૃહમાં ખોટી રીતે ગર્ભ પરીક્ષણ થાય છે તેમ કહી કેટલાંક અસામાજિક તત્ત્વોએ 76 વર્ષીય ડોક્ટરને ધાકધમકી આપી હતી. એટલું જ નહીં ડોક્ટરનું બ્લેકમેઇલિંગ પણ કર્યુ હતું. આરોપીઓએ 76 વર્ષીય ડોક્ટરને મોબાઇલમાં શૂટિંગ કરી આ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. વીડિયો ન વાયરલ કરવા માટે ખંડણી પણ માંગી હતી.

4 લાખ પડાવી લેવાયા : આટલું ઓછું હોય તેમ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને પણ ખખડાવાયો હતો. બ્લેકમેઇલ કરી વૃદ્ધ ડોક્ટર પાસે બળજબરીપૂર્વક ખંડણી રૂ. 4 લાખ પડાવી લેવાયા હતા. આ કેસમાં આરોપી મહિલાની શોધખોળ પોલીસ છેલ્લા એક વર્ષથી કરી રહી હતી આખરે આ મહિલાને સુરત ક્રાઈમ બ્રાન્ચ મહારાષ્ટ્રના જલગાવથી ધરપકડ કરી છે.

ડોક્ટરને બ્લેકમેલ કરવા બાબતે ઓગસ્ટ 2022માં સુરત ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાંચે આ ગુનામાં કલ્પેશ રાણા સહિતના અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે આ સમગ્ર ઘટનામાં માસ્ટર માઈન્ડ ગણાતી મહિલા આરોપી 1 વર્ષથી ભાગતી ફરતી હતી. આરોપીઓએ મળીને 76 વર્ષીય ડોક્ટરના પ્રસુતિ ગૃહમાં જઈ ગર્ભ પરીક્ષણ મુદ્દે ડોક્ટરને બ્લેકમેઇલ કરી 4 લાખની ખંડણી માંગી હતી...લલિત વાઘડીયા ( પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ, સુરત )

ગર્ભ પરીક્ષણ મુદ્દે 76 વર્ષીય ડોક્ટરને બ્લેકમેઇલ કર્યાં : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પઢિયાર અને તેમની ટીમે બાતમીના આધારે જલગાંવથી 26 વર્ષીય પ્રાજક્તા ઉર્ફે પ્રતિભા દીપક તાયડીની ધરપકડ કરી ગુનાના કામે વપરાયેલી કાર કબજે લેવાઇ હતી. પ્રાજક્તા જલગાંવ ખાતે હેલ્લો બાતમીદાર તથા યૂ-ટ્યૂબ ચેનલ ચલાવતી હતી. આ લોકોએ એકબીજા સાથે મળીને ડોક્ટરને ખોટી રીતે બ્લેકમેલ કરી તેની પાસેથી ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. કેસમાં આરોપી પ્રાજકતા છેલ્લા એક વર્ષથી નાસતી ફરતી હતી.

  1. 6 માસથી ડોક્ટરને ફોન કરીને પૈસા આપી દો નહીંતર જોઈ લઈશ તેવી ધમકી આપનારા સામે ફરિયાદ
  2. Vapi Crime : પાંચ લાખ અને ફોર્ચ્યુનર કારની ખંડણી માગનારી કથિત મહિલા પત્રકારોની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.