ETV Bharat / state

Surat Crime: સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ, CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ - CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ચાર વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. અજાણ્ય શખ્સ દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળકીનો રડવાનો અવાજ સાંભળી માતા- પિતા જાગી ગયા હતા. બાળકીને લોહી લુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.

Surat Crime
Surat Crime
author img

By

Published : Jun 22, 2023, 3:10 PM IST

Updated : Jun 22, 2023, 6:33 PM IST

ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો

સુરત: શહેરના ઈચ્છાપોર વિસ્તાર ખાતે કન્સ્ટ્રક્શન સાઈડ પર રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. અજાણ્યો શખ્સ બાળકીને તેના માતા-પિતા પાસેથી ઊંચકી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. આ ઘટનામાં આરોપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની ધરપકડ કરી હતી.

બાળકીની હાલત ગંભીર: રાત્રિના સમયે આરોપી બાળકીને ઉંચકીને લઈ ગયો હતો. બાળકી રડતી-રડતી મોડી રાત્રે ઘરે આવી હતી. બાળકીને લોહી લુહાણ હાલતમાં જોઈ પિતા અને માતા ધ્રુજી ઉઠ્યા હતા. તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં બે કલાક સુધી તેની સર્જરી ચાલી હતી બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ જોવા મળી હતી.

" મૂળ અમે મધ્યપ્રદેશમાં આવેલ એક ગામના છીએ. અમે વર્ષોથી સુરતમાં જ રહીએ છીએ. અમારા પરિવારમાં બે દીકરીઓ છે. જેમાં આ નાની દીકરી છે. રાતે અમે નવ વાગ્યાની આસપાસ બધા સૂઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે 2:00 વાગ્યાની આસપાસ દીકરી મારી પાસે આવી અને પાણી માગી રહી હતી. તે લોહી લુહાણ હાલતમાં અને ચાદરથી લપેટેલી હતી. તેને પૂછ્યું પરંતુ તે યોગ્ય રીતે જવાબ આપતી ન હતી. જેથી અમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સમાં મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે." - બાળકીના પિતા

" રાત્રે બે વાગ્યે હોસ્પિટલમાં ચાર વર્ષની બાળકીને લઈને આવ્યા હતા. બાળકીની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. તેના શરીર ઉપર ગંભીર ઇજાઓ જોવા મળી હતી. પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ ગંભીર ઇજાઓ જોવા મળી હતી. બાળકીની સર્જરી કરવામાં આવી હતી જે આશરે બે કલાક સુધી ચાલી છે. બાળકીના ચહેરા ઉપર પણ ઇજાઓ જોવા મળી છે. બાળકીને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે." - ડોકટર ગણેશ ગોવેકર, સુપ્રિટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ

આરોપીની ધરપકડ: આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની ધરપકડ કરી હતી. આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે પરિવારનું નિવેદન લઇ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. કાર્યવાહી હાથ ધરી છે.

દુષ્કર્મ બાદ આરોપી ઘરે જઈ સૂઈ ગયો : બાળકી દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ બાબતે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપી પરિવારનો પરિચિત હતો. વારંવાર બાળકીને રમવા માટે લઈ જતો હતો અને બાળકીને ચોકલેટ પણ આપતો હતો. બાળકી માતા પિતા સાથે હતી ત્યારે રાત્રે તેને તે ઊંચકી ગયો હતો અને દુષ્કર્મ આચાર્ય બાદ તે ઘરે જઈને સૂઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં 21 વર્ષીય અજય રાયની ધરપકડ કરી છે. સુરતના સચિન અને પાંડેસરા વિસ્તારમાં શ્રમિક પરિવારના બાળકો માટે ડે કેર સેન્ટર જ ચાલુ છે આવી જ રીતે હવે ઈચ્છાપોર વિસ્તારમાં પણ બે કેર સેન્ટરની શરૂઆત સ્થાનિક સંસ્થાઓની મદદથી કરશે. માતા પિતાને પોતાના બાળકો ને કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.

  1. Minor Girl Rape Case 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ફાંસીની સજા, વાપી સ્પેશિયલ કોર્ટનો ચૂકાદો
  2. Surat Crime : માંગરોળ તાલુકામાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર ટ્રકચાલક ઝડપાયો

Last Updated : Jun 22, 2023, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.