ETV Bharat / state

Surat News: નેપાળ અને દેશમાં ચીલઝડપ અને ચોરીની ઘટનાને અંજામ આપનાર ગ્વાલા ગેંગના પાંચ સભ્યો ઝડપાયા - surat crime branch

બિહાર અને યુપી રાજ્યોમાં બાઈકની ચોરી કરી ત્યાર પછી ગુજરાતના અલગ અલગ શહેરો સહિત નેપાલમાં ચીલઝડપ અને ચોરીની ઘટનાને અંજામ આપનાર પશ્ચિમ બંગાળની જલપાઈગુડી ગ્વાલા ગેંગના કુલ પાંચ આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યો બેંકથી નીકળતા લોકોને ટાર્ગેટ કરતા હતા.

surat-crime-branch-arrested-five-members-of-the-gwala-gang-thefts-who-are-criminal-in-nepal-and-india

author img

By

Published : Jul 21, 2023, 6:55 PM IST

ગ્વાલા ગેંગના પાંચ સભ્યો ઝડપાયા

સુરત: નેપાળ દેશમાં 20 થી વધુ ચોરી અને ચીલ ઝડપની ઘટનાને અંજામ આપનાર પશ્ચિમ બંગાળની જલપાઈગુડી ગ્વાલા ગેંગના પાંચ સભ્યોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ લોકોએ માત્ર નેપાલ જ નહીં પરંતુ ગુજરાતના સુરત, વલસાડ, વાપીમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યા અને ચોરીની ઘટના કર્યા બાદ તેઓ નાસી છૂટતા હતા. આરોપીઓ પાસેથી પોલીસે ચોરીની ત્રણ બાઈક અને રોકડા રૂપિયા જપ્ત કર્યા છે. આ ઘટનામાં મનોજ, રાહુલ, ટીંકુ અને બાલા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નેપાળ અને દેશમાં ચીલઝડપ અને ચોરીની ઘટનાને અંજામ

ગ્વાલા ગેંગના પાંચ સભ્યો શકંજામાં: દેશભરમાં અને નેપાલમાં આતંક મચાવનાર પશ્ચિમ બંગાળના આ ગેંગને ગ્વાલા ગેંગ તરીકે ઓળખાય છે. આ લોકો આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરતા હતા. યુપી બિહારથી બાઇક ચોરી કરી આ લોકો હજારો કિલોમીટર સુધીનો અંતર કાપી ચોરી કરવા અન્ય રાજ્યના શહેરોમાં જતા હતા અથવા તો અનેક વાર તેઓ નેપાલ સુધી ગયા છે. લૂંટ, ચોરી, ચીલઝડપની ઘટનાઓને તેઓ અંજામ આપતા હતા. આ લોકો યુપી, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા અને ખાસ કરીને નેપાલના કાકરવિટા, જુમ્મા, ધુલબરી, ઇટીહરિ શહેરોમાં બાઈક થઈ જાય ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.

'શહેરમાં એક સિનિયર સિટીઝન પાર્લે પોઇન્ટ વિસ્તારમાં 2.10 લાખ રૂપિયા પાઉચમાં લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે હજારને ઈસમો ચીલઝડપ કરી ગયા હતા. તે અંગે સુરત ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ જલ્પાઇગુડીના ગ્વાલા ગેંગના સભ્યો છે. આ લોકો ખાસ બેંકમાંથી નીકળતા ગ્રાહકોને ટાર્ગેટ કરતા હતા.' -શરદ સિંગલ, એડિશનલ પોલીસ કમિશનર, સુરત ક્રાઈમ બ્રાન્ચ

ગુનાહિત ઇતિહાસ: સાથે તેઓએ જણાવ્યું હતું કે, વલસાડ દમન વાપી ખાતે આ લોકોએ અલગ અલગ બેંકો માંથી નાણા લઈ જઈ રહેલા ગ્રાહકોની રેકી કરી તેમનો પીછો કરી ચીલઝડપ અને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. વાપી ખાતે પણ બેંકમાંથી નાણા લઈ જઈ રહેલા કારચાલકનો પીછો કરી આ લોકોએ કારના દરવાજાના કાચ તોડી અંદરથી સાડા પાંચ લાખ રૂપિયાની ચોરી કરી હતી. પોતાનાના વતન યુપી, બિહારથી આ લોકો વાહનોની ચોરી કરતા હતા અને દેશના અલગ અલગ રાજ્ય સહિત નેપાળમાં પણ જઈ ચોરી લૂંટ અને ચીલ ઝડપની ઘટનાને અંજામ આપતા હતા. નેપાળમાં આશરે 20 જેટલા ગુનાઓને અંજામ આપ્યા છે.

  1. Bihar Crime News : બિહારમાં પૈસા ખતમ થતાં મિત્રોએ પેટ્રોલ પંપમાં કરી લૂંટ
  2. Jodhpur gangrape : જોધપુર ગેંગરેપ આરોપીની કથિત એબીવીપી સદસ્યતા રસીદ વાયરલ, ભડક્યાં નેતાઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.