સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લુંટારુ ગેંગના છ લોકોની ઝડપી પાડ્યા છે. તેઓ દિવાળી દરમિયાન પોતાના મોજશોખ પૂરા કરવા રાહદારીઓને આંતરી ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા હતાં. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન છ જેટલા શખસોને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બે સોનાની ચેન,ચાર મોબાઇલ સહિત બે મોટર સાયકલ મળી કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં તેઓએ સુરત સહિત અન્ય કોઈ જગ્યાએ લુંટ કરેલી છે કે કેમ ? તેમજ તેમની ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે. તે વિગતો બહાર આવી શકશે. લુંટારુ ગેંગના પકડાવાથી લુંટ, ચોરી અને ધાડના ભુતકાળમાં બનેલા ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.