ETV Bharat / state

Surat Police : ભારતમાં ઘૂસણખોરી, બનાવટી દસ્તાવેજોથી બેન્ક લોન અને દેહવિક્રયનો ધંધો, સુરત પોલીસે 10 આરોપીની ધરપકડ કરી - 10 આરોપીની ધરપકડ

ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા અને સુરતમાં દેહવિક્રય કરતી ટોળકીના 10 આરોપીઓને પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે, વધુ ગંભીર એ છે કે આરોપીઓએ બનાવટી ભારતીય દસ્તાવેજો રજૂ કરી બેન્ક લોન પણ લીધી હોવાનું ખુલ્યું છે. વધુ વાંચો અહેવાલમાં.

Surat Police : ભારતમાં ઘૂસણખોરી, બનાવટી દસ્તાવેજોથી બેન્ક લોન અને દેહવિક્રયનો ધંધો, સુરત પોલીસે 10 આરોપીની ધરપકડ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 9:20 PM IST

પર્દાફાશ સુરત અને પીસીબી પોલીસે કર્યો

સુરત : ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશી રેકેટનો પર્દાફાશ સુરત અને પીસીબી પોલીસે કર્યો છે. પોલીસે આ સમગ્ર રેકેટમાં ભારતીય આધારકાર્ડ, પાનકાર્ડ, જન્મ દાખલાઓ તથા બાંગ્લાદેશનું નેશનલ આઈડી કબ્જે કરી બાંગ્લાદેશી ઘૂસણખોરો તેમજ બનાવટી ડોકયુમેન્ટ બનાવી આપનાર ઇસમ સહિત કુલ 10 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરી આ લોકો બોગસ ઓળખ પ્રમાણપત્ર બનાવીને ઘર અને મિલકત ખરીદવા માટે લોન પણ લીધી હતી.

બેન્ક લોન પણ લેવામાં આવી : સુરત એસઓજી અને પીસીબી પોલીસને બાતમી મળી હતી કે બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરનાર સુરતના અલગ અલગ વિસ્તારમાં રહે છે. આ રેકેટમાં આરોપીઓ દ્વારા બેંકમાંથી બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી બેન્કમાંથી લોન પણ લેવામાં આવી હોવાની માહિતી મળી હતી. જે બાતમી આધારે એસ.ઓ.જી.,ની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી રેઇડ કરવામાં આવી હતી .જ્યાંથી પોલીસે મો.હારૂનુરરશીદ મો.હમીદ, મંસૂર બક્કર મોલ્લા, શિયાન મો.મન્ન ખલીફા, શર્મીનખાનમ ઈનાયત શેખ, મો.ફારૂખહુસૈન મો.હમીદ, તુલી મો.આલમ મંડલ, કાજોલીબેગમ મો.નાસીર સરદાર, મો.રાણા લીયાકત મોલ્લા, બહાદુર રફીકને ઝડપી પાડ્યાં છે.

બાંગ્લાદેશી આરોપીઓની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપીઓ પોતે ભારતીય નાગરીક હોવાનું પ્રસ્થાપિત કરવા બનાવટી પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વગેરે ડોક્યુમેન્ટ આધારે બનાવટી આધારકાર્ડ બનાવતા હોવાની હકીકત સામે આવી હતી. આ વાત ધ્યાને આવતા બનાવટી ડોક્યુમેન્ટ આધારે બનાવટી આધારકાર્ડ બનાવી આપનાર આરોપી આકાશભાઈ સંજયભાઈ માનકરને જોળવા ગામ કડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વિગેરે બનાવટી ભારતીય ડોકયુમેન્ટ ફોટોશોપ એપ્લીકેશન વડે બનાવેલ હોવાનું સામે આવ્યું હતું...અજય તોમર ( પોલીસ કમિશનર )

મહિલાઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવતા : તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, આરોપીઓની વધુ પૂછપરછ દરમ્યાન એવી હકીકત જાણવા મળેલ છે કે, મુખ્ય આરોપી મો.હારૂનુરરશીદ સુરત ખાતે મહિલાઓ પાસે સ્પાની આડમાં દેહ વિક્ર્યનો ધંધો કરાવે છે. તે માટે તે તેમના વતનના ગામની આસપાસના ગામની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારની મહિલાઓને તથા પુરૂષોને વધારે પગાર આપવાની લાલચ આપી મહિલાઓને યેનકેન પ્રકારે તૈયાર કરી બાંગ્લાદેશના SATKHIRA અને JOSHERE જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી પશ્વિમ બંગાળ રાજ્યના BANGOAN થી ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવી લાવે છે. કોલકાતાથી ટ્રેન તથા પ્લેન મારફતે લાવી સુરત શહેર અને જિલ્લાના આસપાસના વિસ્તારમાં દેહવિક્રયના ધંધા સાથે સંકળાયેલ ઈસમોનો સંપર્ક કરી આ મહિલાઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવતો હોવાનું બહાર આવ્યું હતું. આ રેકેટમાં આરોપીઓ પૈકીના માસ્ટર માઇન્ડ આરોપી મો.હારૂનુરરશીદે બનાવટી ડોક્યુમેન્ટ આધારે ભારતીય પુરાવા બનાવી બેંકમાં એકાઉન્ટ ખોલાવી વાહન લોન મંજૂર કરાવી ખરીદી કરેલ હોવાની હકીકત પણ સામે આવી હતી.

આરોપીઓ પાસેથી કબજે લેવાયેલ મુદ્દામાલ : (1) મોબાઈલ ફોન નંગ-09 (2) ભારતીય આધારકાર્ડની કોપી નંગ-11 (3) ભારતીય પાનકાર્ડની કોપી નંગ-08 (4) બાંગ્લાદેશનું NATIONAL ID CARD ની લેમીનેશન કોપી નંગ-08 (5) ભારતીય ચુંટણી કાર્ડની લેમીનેશન કોપી નંગ-01 (6) ભારતીય ડ્રાઈવીંગ લાયસન્સની લેમીનેશન કોપી નંગ-01 (7) આર.સી. બુક નંગ-03 (8) અલગ અલગ બેંકના ડેબીડ કાર્ડ નંગ-05 (9) સ્પાઈસજેટ ફ્લાઈટનો બોર્ડીંગ પાસ નંગ-01 (10) પાસપોર્ટ એપ્લીકેશન ફોર્મ નંગ-01 (11) બાંગ્લાદેશના જન્મ પ્રમાણપત્ર નંગ-05 તેમજ બનાવટી ડોક્યુમેન્ટ આધારે લોન મેળવી ખરીદી કરેલ વાહનો (12) બાંગ્લાદેશની કરન્સી ટાકાની નોટ નંગ-26 જે ટાકા નંગ 4920/- જે એક ટાકાનુ ભારતીય મુલ્ય 0.76 લેખે કુલ કિં.રૂ.3639/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  1. Illegal Immigration to India: દેહ વિક્રયના મોટા રેકેટનો પર્દાફાસ, ગેરકાયદે ભારતમાં ઘુસણખોરી કરનાર છ બાંગ્લાદેશી સહિત એક એજન્ટ ઝડપાયા
  2. ભારતીય જળસીમા ઘૂસણખોરી મામલો :10 પાકિસ્તાનીઓને પોરબંદર ખાતે લવાયા, કરાશે પૂછપરછ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.