સુરતના: લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે તારીખ 8 થી તારીખ 12 ફેબ્રુઆરી 2023 દરમિયાન ટેનિસ બોલ ક્રિકેટનો 10P વર્લ્ડકપ ટુર્નામેન્ટ યોજાશે.આ ટૂર્નામેન્ટ પ્રથમ વખત ભારતમાં પણ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં યોજાશે.10 PL ની પ્રથમ ત્રણ શ્રેણીનું આયોજન ઐતિહાસિક શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ સંખ્યામાં ODI રમવા માટે સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો Hockey World Cup 2023 : પ્રથમ દિવસે ચાર મેચ રમાશે, ઓસ્ટ્રેલિયાનો સામનો ફ્રાન્સ સામે થશે
ટુર્નામેન્ટનું આયોજન: સુરત માટે ફરી એક વખત ગૌરવની વાત છેકે, આપણા દેશમાં પહેલી વખત 10 PL ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. એ પણ આપણા સુરતના આંગણે થવા જઈ રહ્યું છે.સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે તારીખ 8 થી તારીખ 12 ફેબ્રુઆરી 2023 દરમિયાન ટેનિસ બોલ ક્રિકેટનો 10P વર્લ્ડકપ ટુર્નામેન્ટ યોજાશે.આ 10 PL વર્લ્ડકપ ટુર્નામેન્ટ માં દેશના ખેલાડીઓ માટે તેમનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની અને અમારી મહાન રમતનું એક અલગ પાસું રજૂ કરવાની આ એક અનોખી તક છે.
શરૂઆતના દિવસે: આ વર્ષની આવૃત્તિ માટે ભારત, મધ્ય પૂર્વની કુલ 16 ટીમો આઠ દિવસીય એક્સ્ટ્રાવેગેન્ઝા દરમિયાન એક્શનમાં હશે.આ ટૂર્નામેન્ટ દરમિયાન કુલ્લે 41 મેચો રમાશે. તારીખ 8 ફેબ્રુઆરીએ ટુર્નામેન્ટના શરૂઆતના દિવસે, રેસ્ટ ઓફ ઈન્ડિયા ઈલેવન, એક મહારાષ્ટ્ર ઈલેવન અને ગુજરાત ઈલેવન વચ્ચે ચાર મેચની સિરીઝ રમાશે. ટોચની બે ટીમો ફાઇનલમાં ટકરાશે તે પહેલાં ત્રણેય પક્ષોમાંથી દરેક એક-બીજા સાથે રમશે.બાકીની 37 મેચ યોજાય તે પહેલા આ શરૂઆતનો દિવસ ટુર્નામેન્ટને રોમાંચિત કરશે.આ ટુર્નામેન્ટ ટેનિસ બોલ ક્રિકેટ માટેનું સૌથી મોટું વૈશ્વિક પ્લેટફોર્મ છે.જેમાં કુલ INR60,00,000ની સૌથી મોટી ઈનામી રકમ છે.
ટૂર્નામેન્ટમાં સામેલ: આ વર્લ્ડકપ ટુર્નામેન્ટના પ્રથમ ત્રણ આવૃત્તિઓમાં ઘણા ખેલાડીઓ કે જેઓ તેમના દેશ માટે ટેસ્ટ, ODI અને T20 સ્તરે અથવા તો સ્થાનિક સ્તરે રમ્યા છે. જેમાં કામરાન ખાન, ઉમર ગુલ, ઝહૂર ખાન અને શેરાઝ અહેમદ જેવા ખેલાડીઓ પણ ટૂર્નામેન્ટમાં સામેલ થયા હતા. 2016માં ભૂતપૂર્વ પાકિસ્તાન વિકેટકીપર ઝુલકરનૈન હૈદર સ્પર્ધામાં જોવા મળ્યો હતો, જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય થિલાન થુશારા 2018 માં સુપર ફેશન, શ્રીલંકા તરફથી રમ્યા હતા.
વૈશ્વિક પ્લેટફોર્મ: તાજેતરના વર્ષોમાં આપણે ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં પણ મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, બાસિલ થમ્પી, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ જેવા ઘણા ખેલાડીઓ જોયા છે. જેમણે ટેનિસ બોલ ક્રિકેટ રમીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.આગામી દિવસોમાં ટુર્નામેન્ટને લઈને વધુ જાહેરાતો કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ ટેનિસ બોલ ક્રિકેટ માટેનું સૌથી મોટું વૈશ્વિક પ્લેટફોર્મ છે.જેમાં કુલ INR60,00,000ની સૌથી મોટી ઈનામી રકમ છે.
આ પણ વાંચો T20 મેચ માટે રાજકોટ પોલીસનો બંદોબસ્ત, રોડ ડાઈવર્ઝન પ્લાન શરૂ
ટુર્નામેન્ટ કરવા પાછળનું કારણ: આ ટુર્નામેન્ટ કરવા પાછળનું કારણ એ છેકે, કોઈ વ્યક્તિ દેશ માંટે રમી શકતો નથી. Ipl, રણજી,રમી શકતો નથી. તો જોવા જઈએ તો આખા એશિયાના દેશોમાં ક્રિકેટ દરેક શેરીઓમાં રમતા જોવા મળે છે. જે લોકો શેરીઓમાં રમે છે તે લોકોને ક્રિકેટ માટે એક મજબૂત પ્લેટફોર્મ મળતું નથી.તો આની માટે 10 PL અને પેટ્રોમેન મેનેજમેન્ટ નો આ વિચાર છેકે, આવા ખેલાડીઓને પણ ઇન્ટરનેશનલ ખેલાડીઓની જેમ ઈજ્જત મળવી જોઈએ. એ જ રીતે પૈસાઓ પણ મળવા જોઈએ. આગળ જોવા જઈ તો અમે ખુબ જ પૈસાઓ લાવા ઇછીએ છીએ.તો એમાં લોડ ઓફ ઇન્ટરનેશનલ બ્રાન્ચસ સપોર્ટ કરી રહી છે. હજી સુધી ઈન્ડિયન્સ બ્રાન્ચ આવી નથી. કારણ કે આ ટુર્નામેન્ટ જ ભારતમાં પહેલી વખત આવી છે. તો જ્યારે આ ટુર્નામેન્ટને ઇન્ટરનેશનલ બ્રાન્ચ સપોર્ટ કરી રહી છે.