ETV Bharat / state

રૂપિયા 3.36 લાખના ગાંજા સાથે પકડાયેલા આરોપીને 11 વર્ષનો કારાવાસ - Surat Railway police

સુરત કોર્ટે માદક પદાર્થો સાથે પકડાયેલા આરોપીઓ (Surat Court verdict) ઉપર લાલ આંખ કરી છે. સુરતમાં રૂપિયા 3.36 લાખના ગાંજા (Surat Drugs Case) સાથે પકડાયેલા આરોપીને 11 વર્ષના કારાવાસની સજા કોર્ટે ફટકારી છે. આ સાથે 1 લાખ 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તે ઉપરાંત દંડ નહીં ભરે તો વધુ 18 માસની સજા ભોગોવી પડશે. સુરત શહેરમાં ગત 4 નવેમ્બર 1017ના રોજ ઉધના રેલવે પોલીસ દ્વારા આરોપી પ્રસન્ન કાલુ બેહરાને રૂપિયા 3.36 લાખના ગાંજા સાથે પકડી પડ્યો હતો.

રૂપિયા 3.36 લાખના ગાંજા સાથે પકડાયેલા આરોપીને 11 વર્ષનો કારાવાસ

author img

By

Published : Jan 1, 2023, 1:49 PM IST

સુરત: પ્રતિબંધિત પદાર્થ સાથે પકડાયેલા એક શખ્સને સુરત કોર્ટે આકરી (Surat Court verdict) સજા ફટકારી છે. જેમાં આરોપીને જેલવાસ ઉપરાંત આર્થિક દંડની રકમ ભરવાપાત્ર થઈ રહી છે. સુરત શહેરમાં ગત તારીખ 4 નવેમ્બર 1017ના રોજ ઉધના રેલવે પોલીસ દ્વારા આરોપી પ્રસન્ન કાલુ બેહરાને રૂપિયા 3.36 લાખના ગાંજા (Surat Drugs Case) સાથે પકડી પડ્યો હતો. આ મામલે પોલીસે (Surat marijuanas Case)નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળી આરોપી પ્રસન્ન કાલુ બેહરાને ધોષી કરાર ઠરાવ્યો હતો.

આ પણ વાંચો: ડાંગર તોડવા આવેલા કર્મીઓએ દારૂની મોજ માણી, વીડિયો વાયરલ થતા પોલીસ દોડી

મોટો દંડ: નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવાઓ તપાસીને આરોપીને 11 વર્ષનો જૈલવનવાસ અને 1 લાખ 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તે ઉપરાંત દંડ નહીં ભરે તો વધુ 18 માસની સજા ભોગોવી પડશે. ટ્રેન નંબર 12843 પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર-2 ઉપર ઉભી હતી. ત્યારે ઉધના રેલ્વય પોલીસ દ્વારા ટ્રેઈનના જનરલ ડબ્બામાં એકાએક ચેકિંગ હાથધરી હતી ત્યારે પોલીસને આરોપી પ્રસન્ન કાલુ બેહરા ઉપર શંકા જતા તેની બેગ ચેક કરી હતી. આ બેગમાંથી પોલીસને કુલ રૂપિયા 3.36 લાખના ગાંજો મળી આવ્યો હતો. ગાંજો મળી આવતા જ પોલીસે આરોપીની ત્યાંથી જ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: કરિયાણાની દુકાનમાં રાતે ઘૂસી કરી ચોરી, બહાર નીકળતા જ બીજા ચોર લૂંટી ગયા

વેચાણ કરતો: સુરતમાં પોતે જ આવીને ગાંજાનો વેચાણ કરતો હતો. પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પ્રસન્ન કાલુ બેહરા જેઓ મૂળ ઓરિસ્સામાં આવેલા ગાંજામ જિલ્લાના સુંદરીયા ગામમાં રહે છે.તે સુરતમાં પોતે જ આવીને ગાંજાનો વેચાણ કરતો હતો. આ મામલે પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતી. જેને લઈને નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળી આરોપી પ્રસન્ન કાલુ બેહરાને દોષી કરાર ઠરાવ્યો હતો. ડ્રગ્સ ગાંજોના આરોપીઓ ઉપર લાલ આંખ કરીને આજરોજ સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

ડ્રગ્સ ગાંજોએ સમાજ માટે એક દુષણ છે. તેનાથી સમાજને બચાવ ખૂબ જ જરૂરી છે. અને આવેપાર સાથે સંકળાયેલા તમામ આરોપીઓને એક શીખમળે તે માટે મેં નામદાર કોર્ટમાં આરોપીને કડકમાં કડક સજા મળે અને સમાજનું ઉત્તમ દાખલો બેસે તે માટે દલીલો કરી હતી. જોકે નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાઓને આધીન આવા ડ્રગ્સ ગાંજોના આરોપીઓ ઉપર લાલ આંખ કરીને આજરોજ સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે. -- જે.એન. પારડીવાળા (સરકારી વકીલ)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.