સુરત : સુરત સહિત દેશભરમાં હવે તહેવારોની શરૂઆત થશે. થોડા દિવસ બાદ રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે મીઠાઈમાં કોઈ પ્રકારની ભેળસેળ ન હોય તે માટે આજરોજ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ એક્શન મોડમાં હતી. ફૂડ સેફટીની ટીમ દ્વારા સમગ્ર સુરત શહેરમાં આવેલા અલગ અલગ ઝોનમાં માવા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ ફેલ જશે તો જેતે માવા વિક્રેતાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવાર નિમિતે શહેરમાં આવેલ અલગ અલગ સ્થળોએ માવા વિક્રેતાઓને ત્યાં માવાનું સેમ્પલ લઇ સુરત મહાનગરપાલિકાની આરોગ્યની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. તેનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ તેની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને હવે તો ત્રણ દિવસમાં રિપોર્ટ આવી જશે...ડી. ડી. ઠાકોર (એસએમસી ફૂડ સેફટી ઓફિસર)
ભેળસેળવાળી મીઠાઇ પકડવા કાર્યવાહી : થોડા દિવસ બાદ રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મોટાપાયે લોકો મીઠાઇની ખરીદી કરશે. ત્યારે મીઠાઈમાં કોઈ પ્રકારની ભેળસેળના હોય તે માટે આજરોજ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ફૂડ સેફટીની ટીમ દ્વારા સમગ્ર સુરત શહેરના ભાગળ, પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં આવેલ માવા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી માવાના અલગ અલગ નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પાસ માટે મોકલી આપ્યા હતાં.
3 દિવસમાં ખાદ્ય પદાર્થનો રિપોર્ટ : આ નમૂના 14 દિવસમાં આવતા હતાં પરંતુ હવે ફક્ત ત્રણ દિવસની અંદર જ આ માવાના સેમ્પલનો પોઝિટિવ નેગેટિવ રિપોર્ટ આવી જશે. જો માવાના સેમ્પલ નેગેટિવ આવશે તો જે તે વિક્રેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલાં પણ દરોડા પાડ્યાં હતાં : જોકે આ પહેલા પણ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ફૂડ સેફટી ટીમ દ્વારા સિઝન પ્રમાણે વેચાતો ખાદ્ય પદાર્થોના સેમ્પલિંગ કરવામાં આવ્યાં હતાં. જેમાં શહેરમાં ઘણી જગ્યાઓ ઉપરથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોની નેગેટિવ રિપોર્ટ આવ્યા હતાં. તે સમય દરમિયાન પણ જેતે ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આજે લેવાયેલા નમૂનાઓના જે રિપોર્ટ આવશેે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
- Rajkot News : રાજકોટમાં શ્રાવણ માસમાં ભક્તોની આસ્થા સાથે ચેડાં, ભારત બેકરીમાં વેજબ્રેડના નામે ઈંડાયુક્ત બ્રેડનું વેચાણ
- Vadodara News : જૂનમાં લેવાયાં હતાં પનીરના નમૂના, હવે ફેઇલ જાહેર થયાં, પ્રજા આરોગી ગઇ એનું શું?
- RMC Food Department Raid : રાજકોટ ફૂડ વિભાગના દરોડા, શંકાસ્પદ 300 જેટલા ખાદ્યતેલના ડબ્બા સીઝ