સુરત : સુરતમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતાં જ્ઞાન સહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ બેનરો અને સુત્રોચાર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો (Surat Congress Protest) હતો.
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જોડાયાં : સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા જ્ઞાન સહાયક યોજનાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, કોંગ્રેસ દ્વારા રેલી યોજી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કલેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું, આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા, કોંગ્રેસ દ્વારા જ્ઞાન સહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા માંગ કરવામાં આવી હતી.
સરકાર યુવાઓ સાથે અન્યાય કરી રહી છે તેમને કાયમી ધોરણે નોકરી મળે તે જરૂરી છે. હાલ ટેટની હજારોની સંખ્યામાં પરીક્ષા પાસ કરનાર બેરોજગાર છે. જેથી આ યોજના દૂર કરવામાં આવે...અનંત પટેલ ( ધારાસભ્ય )
ટેટની હજારોની સંખ્યામાં પરીક્ષા પાસ કરનાર બેરોજગાર : કોંગ્રેસ દ્વારા બેરોજગારોને ન્યાય આપો, શિક્ષિત યુવાનોને નોકરી આપો,જ્ઞાન સહાયક રદ કરો, જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સરકારી વિરોધી ભારે સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતાં અને બાદમાં કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
- Protest Rally at Navsari : જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ, ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
- Valsad News : વાપીથી શામળાજી એન એચ 56ના વાઈડનીંગનો ધરમપુર તાલુકામાં વિરોધ, જાન આપીશું પણ જમીન નહીંના નારા ઉઠ્યાં
- Navsai News: ચીખલી ખાતે જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં યોજાઈ રેલી, ધારાસભ્ય પણ જોડાયા