સુરત : શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા ચેતન કહાર દર વર્ષે પોતાના ઘરમાં તમામ તહેવારોને ધામધૂમથી ઉજવે છે. તેની સાથે સંપૂર્ણ સિદ્દતથી છેલ્લાં બે વર્ષથી તાજીયા જુલુસ કાઢવા માટે તૈયાર કરતા હોય છે. સાંપ્રદાયિક સોહાર્દનો કિસ્સો છેલ્લા બે વર્ષથી જોવા મળે છે. ચેતન અગાઉ પતંગ બનાવનાર રઈસ સૈયદની દુકાને નોકરી કરતો હતો. રઈસ સૈયદ ચેતનને પોતાના પુત્ર તરીકે માનતા હતા. રઇસ સૈયદ કહારે ચેતનને પોતાનો પુત્ર માનીને તાજીયાની જવાબદારી સોંપી હતી. ત્યારથી જ ચેતન છેલ્લા બે વર્ષથી ક્યારેય પણ મોહરમ અથવા તાજીયા મનાવવાનું ચૂક્યા નથી.
સાંપ્રદાયિક સોહાર્દ : રાંદેર વિસ્તારમાં રહેતા ચેતન કહાર હાલ ઓટો રીક્ષા ડ્રાઈવર છે. અગાઉ ચેતન કહાર સૈયદની પતંગની દુકાનમાં પતંગ બનાવનાર તરીકે કામ કરતો હતો. રઈસ સૈયદે 25 વર્ષથી વધુ સમયથી તાજીયાનું આયોજન કરતા હતા. ચેતન કહાર હંમેશા તેને તાજીયા બનાવવામાં મદદ કરતા હતા. ચેતન કહારને રઇસ સૈયદ પોતાનો પુત્ર માનતા હતા. બે વર્ષ પહેલા તેઓએ મૃત્યુ પહેલા ચેતનને તાજીયા યોજવાની પરંપરા ચાલુ રાખવા કહ્યું હતું. ચેતન કહારને પતંગ બનાવનાર રઈસ સૈયદે તાજીયાની જવાબદારી સોંપી હતી. 25 વર્ષ જૂની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી મળતા ચેતન ત્યારથી ક્યારેય મોહરમ કે તાજીયાને જવાબદારી ચુક્યા નથી.
હું ત્યારે એક બાળક હતો અને સૈયદ મને તેમના પુત્રની જેમ રાખતા હતા. હું તેમના પરિવારના સભ્ય તરીકે રહેતો અને તે જ રીતે તેઓ મારા પરિવારના સભ્ય તરીકે રહેતાં હતાં. તે મિત્રો સાથે મળીને તાજીયા તૈયાર કરતા હતા. મારો પરિવાર પણ તહેવારોમાં જોડાય છે. કારણ કે, અમે બધા એક જ વિસ્તારમાં સુમેળથી રહીએ છે.-- ચેતન કહાર
તાજીયાનું આયોજન : ચેતન કહારે વધુમાં જણાવ્યુ હતું કે, હું રિક્ષાચાલક છું. મારી નજીવી કમાણી હોવા છતાં રાંદેરમાં તાજીયા સ્થાપવા માટે વાર્ષિક આશરે રૂ. 7,000 ખર્ચો કરું છું. સૈયદ સાહેબની સૂચનાને અનુસરીને હું દર વર્ષે 10 દિવસ માટે તાજિયાનું આયોજન કરું છું. પછી 10 મા દિવસે પરંપરા મુજબ તેનું વિસર્જન કરું છું.
પરિવારનો સહયોગ : ચેતનની પત્ની બિનિતાએ જણાવ્યું હતું કે, મારા સંબંધીઓ અને હું મારા પતિને તાજીયા બનાવવામાં મદદ કરીએ છીએ. તેઓ એક સરઘસ પણ કાઢે છે અને અન્ય તાજીયાઓમાં પણ પ્રાર્થના કરે છે. ચેતન સાંપ્રદાયિક સોહાર્દનું ઉત્તમ ઉદાહરણ છે. અમે સાથે મળીને તાજીયા બનાવીએ છીએ.