સુરતના ચોક બજાર વિસ્તારમાં ટોળાએ તોફાન મચવ્યું છે. જેમાં જિલ્લા કલેક્ટરને રજુઆત કરવા જઈ રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ હતું. આ રેલીને વિવેકાનંદ સર્કલ પાસે અટકાવતા મામલો ઉગ્ર બન્યો હતો. જેથી પોલીસે ટોળાને રોકવા ટીયળ ગેસના સેલ છોડ્યાં હતાં. આમ, પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ હતું. જેથી સીટી બસને અટકાવી તોડફોડ કરવામાં આવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલોસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, ઝારખંડમા એક મોબલિંચિગની ઘટના બની હતી. જેના વિરૂદ્ધમાં લઘુમતી સંગઠનોએ દેશના વિવિધ રાજ્યોમાં આવી ઘટનાઓ ન બને તે માટે અને હિંસક તત્વોને અંકુશમાં લાગવવા માટે રેલી યોજી હતી. આ રેલીમાં હિંસક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટનાને પગલે કલમ 144 લાગુ કરવામાં આવી છે.
દેશમાં વધી રહેલા મોબ લિંચિંગના વિરોધમાં લઘુમતી સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ મોન રેલી અશાંત બની હતી. પરતું મામલો બીચકાયો હતો અને વાહનોમાં તોડફોડ શરુ કરી હતી. જેથી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ, હવામાં ફાયરીંગ તેમજ લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. તો બીજી તરફ રેલીની આગેવાની કરી રહેલા બે આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
હઝરત ખ્વાજા દાના દરગાહથી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા માત્ર મક્કાઈ પૂલ સુધીની જ પરવાનગી આપવામાં આવી હતી. તેમ છતાં રેલી ત્યાંથી આગળ વધી હતી.જેથી કાદરશાનીનાળ પાસે પોલીસ અને રેલીમાં આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસ પર ટોળાએ પથ્થર મારો કરતા પોલીસે સ્વ રક્ષણમાં ટીયરગેસના સેલ છોડતા ટોળુ વિખેરાયું હતું. આ દરમિયાન બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
નાનપુરાથી લઈને કાદરશાની નાળ સહિતના આસપાસના વિસ્તારોમાં 144ની કલમ લાગું કરી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. પોલીસ પર હુમલાને લઈને સમગ્ર હિલચાલ પર પુરતી નજર રાખવામાં આવી રહી છે.સાથે જ પોલીસ દ્વારા ટોળા સામે ગુનો નોંધવાની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર શહેરની પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. ઘર્ષણ અંગેની જાણ થતાં જ પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
પોલીસના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના પર કાબૂ મેળવીને કોઈ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસનો ભારે કાફલો હાલ ઘટના સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે. રેલીને અટકાવાતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે સાથે લોકોએ બે સિટીબસના કાચ તોડ્યાં હાતં. મામલો તંગ થતાં પોલીસ દ્વારા હુમલાખોરોની અટકાયત પણ કરવામાં આવી છે.