સુરત : શહેરના ફરી ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી પ્રતિક મીલમાં અચાનક લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા જ મિલમાં કામ કરતા કામદારો બહાર આવી ગયા હતા અને સાથે મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. કારણ કે, આગ એટલી વિકરાળ હતી કે, આગના કાળા ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે જોવા મળ્યા હતા. આ સાથે પાંડેસરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને લોકોને મીલથી દુર કર્યા હતા. જોકે ફાયર વિભાગને જાણ કરતા કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આગ પર કાબુ : આ બાબતે સુરત ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર માખીજાનીએ જણાવ્યું કે, આ આગ સવારે 6:50 એ લાગી હતી. 7:07 વાગે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. જેથી સૌ પ્રથમ વખત ભેસ્તાન અને ડિંડોલી ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી. પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અન્ય ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી. કુલ 9 ફાયર વિભાગની ગાડીઓ એટલે 15 જેટલી ગાડીઓ ત્યાં પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : Fire in Palitana Hill : કદંબગીરીમાં સિંહોના ઘરમાં આગ, વનવિભાગે જાનહાનિની ચકાસણી કરી ફાયરલાઈન બનાવવી શરુ કરી
આગ વિકરાળ બનાવવાનું કારણ : મીલમાં કાપડનો જથ્થો હોવાને કારણે આગ વધુમાં વધુ વિકરાળ બનતી જતી હતી. મીલના ગ્રાઉન્ડ અને પ્રથમ ફ્લોર પર આગ લાગી હતી. જે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગમાં મીલની સેન્ટર મશીન અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. હાલ કૂલિંગની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન લાગી રહ્યું છે.
આ પણ વાંચો : Valsad News : GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ સ્લેબ ધસી પડવાતા 4ના મૃતદેહ મળ્યા
કોઈ જાનહાની નહીં : આ બાબતે પ્રતિક મિલના માલિક રામપ્રકાશ ડેરિયાએ જણાવ્યું કે, આ આગ મારી જ મિલમાં લાગી હતી. નાઈટ શિફ્ટ હોવાથી વધારે કામદારો ન હતા. જેથી જાનહાની થઈ નથી. હા નુકસાન તો થયું છે. પણ કેટલાનું થયું છે. તે હજી સુધી કહી શકું એમ નથી. કારણ કે, હાલ તો અમે તપાસ કરી રહ્યા છે. કઈ મશીન, કાપડનો કેટલો જથ્થો બળી ગયો છે. આગ કાબૂમાં આવી ગયો છે. ફાયર વિભાગ પણ જતું રહ્યું છે.