કતાર ગામ ઝોનમાં ફરજ બજાવતા અધિકારી દ્વારા કામદારોને જાતિ વિષયક અશબ્દો બોલી ઉદ્ધતાઈભર્યું વર્તન કરવાના રોજિંદા સફાઈ કામદારોએ આરોપ લગાવ્યા છે. અંદાજે 200 રોજિંદા કામદારો પોતાની વિવિધ માંગણીઓ સાથે ધારણ પર બેઠા હતા. જો માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં આમરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. છેલ્લા છ વર્ષથી રોજિંદા કામદારો ફરજ બજાવી રહ્યા છે. કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવામાં આવે અને તેઓને કાયમી ધોરણે કરવાની માંગ કરી હતી.
નોંધનીય છે કે, અખિલ ભારતીય મજદૂર સંઘ કોંગ્રેસના નેજા હેઠળ કરવામાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શને લઇ રોજિંદા સફાઈ કામદારોએ પાલિકા કમિશનર સમક્ષ રજુઆત કરી છે.