સુરત : માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજવામાં આવશે. જેને લઇને દરેક વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે અને કેટલાક માનસિક તણાવમાં પણ જોવા મળતા હોય છે. વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવવા માટે પ્રયત્નશીલ હોતા હોય છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ નિરાશામાં પણ આવી જતા હોય છે. ત્યારે આવી એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની છે, જ્યાં પરીક્ષા પહેલા જ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માનસિક તળાવમાં આવીને જીવન ટૂંકાવી લીધું છે.
પરિવાર શોકમાં : સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ 10ના વિદ્યાર્થીના આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. 15 વર્ષીય યુવરાજ જોશીએ ઘરમાં આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માતમ છવાયો છે. આંતરિક પરીક્ષામાં 80 ટકા આવ્યા છતાં હજુ વધુ માર્ક્સ લાવીશ તેવું કહેનાર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે, વિદ્યાર્થીનું આત્મહત્યા કરવાનું સાચું કારણ શું હતું.
આ પણ વાંચો : Jetpur Suicide Case: જેતપુરમાં PGVCLના કર્મીના આપઘાત મામલે થયો ચોંકાવનારો ખુલાસો, સ્યૂસાઇડ નોટમાં આ કારણ લખ્યું
સારા માર્ક્સ લઈને આવીશ : વરાછા પોલીસ ઇન્સ્પેકટર અલ્પેશ ગાબાણીએ જણાવ્યું હતું કે, યુવરાજ નામના 15 વર્ષીય વિદ્યાર્થીએ ઘરે જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળ્યું છે કે તે પરીક્ષાને લઈ ખૂબ જ ચિંતામાં હતો. જોકે આંતરિક પરીક્ષામાં 80 માર્કસ આવતા તેને પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે તે એના કરતાં પણ સારા માર્ક્સ લઈને આવીશ. આત્મહત્યા પાછળનો કારણ શું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Junior Clerk Paper : જુનિયર ક્લાર્ક પેપર ફૂટી જવાનું લાગી આવતા યુવતીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ
કાઉન્સિલિંગ મેળવી શકે છે : નવી સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક કમલેશ દવેએ જણાવ્યું હતું કે, પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓમાં પરીક્ષા અને પરિણામને લઈ ભારે ચિંતા જોવા મળતા હોય છે. આ માટે અમે કાઉન્સિલિંગ પણ કરીએ છીએ ખાસ કરીને અમે પરીક્ષા પહેલા એક નંબર પણ જાહેર કરતા હોય છીએ. જેથી વિદ્યાર્થીઓ ટેલીફોન પર અમારી સાથે સંપર્ક કરી કાઉન્સિલિંગ મેળવી શકે. આવા સમયે વાલીઓને ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. હળવું વાતાવરણ રહે તેની તકેદારી લેવાની જરૂર પડતી હોય છે. વિદ્યાર્થી સાથે સતત વાતચીત કરવી જરૂરી છે. જીવનમાં પરિણામ હંમેશા સારું આવે એ જરૂરી નહીં એ વાત વિદ્યાર્થીઓને જાણવી જરૂરી બની જાય છે.