- ખૂબ ટૂંકાગાળામાં શહેર ભાજપનું નવું સંગઠન જાહેર
- કિશોર બિન્દલ અને લલિત વેકરીયાને ફરી મહામંત્રી
- આવનાર દિવસોમાં યોજાઇ શકે છે મહાનગરપાલિકાની ચૂંટણી
સુરત: શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે 9 નવેમ્બરના રોજ માજી મેયર નિરંજન ઝાંઝમેરાની વરણી કરવામાં આવી હતી. ખૂબ ટૂંકાગાળામાં શહેર ભાજપનું નવું સંગઠન જાહેર કરી દેવાયું છે. શહેર ભાજપના મહામંત્રી બનવા ભારે ખેંચતાણ હતી. પરંતુ સ્થાયી સમિતિના ચાર ટર્મ ચેરમેન રહેલા મુકેશ દલાલ અગાઉ મહામંત્રી રહી ચૂકેલા લલિત વેકરિયા તેમજ કિશોર બિન્દલની મહામંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. લલિત વેકરીયા અનેેેે મુકેશ દલાલ ભાજપ પ્રમુખ પદની રેસમાં હતા. પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વિશ્વાસુ અને જૂના જોગી નિરંજન ઝાંઝમેરા પ્રમુખ બનતા બંનેને બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સુરત જિલ્લા ભાજપના પદાધિકારીઓની વરણી: યુવા ચહેરાઓને સ્થાન