ETV Bharat / state

Sagar Parikrama Yatra :સાગર પરિક્રમાને લઈને રૂપાલાએ માછીમારોને વિશે કરી અગત્યની વાત - Surat news

સાગર પરિક્રમા તૃતીય ચરણને લઈને સુરત શહેરના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મત્સ્ય વિભાગને લઈને ખાસ વાતચીત કરી હતી.

Sagar Parikrama Yatra :સાગર પરિક્રમાને લઈને રૂપાલાએ માછીમારોને વિશે કરી અગત્યની વાત

author img

By

Published : Feb 20, 2023, 12:35 PM IST

સાગર પરિક્રમા તુતિય ચરણને લઈને પુરષોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદનું કર્યું આયોજન

સુરત : કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા એ સાગર પરિક્રમા તૃતીય ચરણને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું કે, પત્રકાર પરિષદ યોજવા પાછળનું કારણ એ છે કે, અમારા વિભાગ દ્વારા સાગર પરિક્રમાની યાત્રા શરૂ કરવામાં આવી છે. આ સાગર પરિક્રમાના ભાગરૂપે સુરતથી મહારાષ્ટ્ર માટે નીકળવાના છીએ. પહેલા તો એમ કલ્પના કરી હતી કે, આપણો હજારો કિલોમીટરનો સમુદ્ર તટ છે. આ વિશાળ તટ ઉપર આપણો માછીમાર સમાજ વસી રહ્યો છે. એમની સાથે એમના નિર્ણય સમજવાના અને ભાગીદારી કરવાના આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે.

સ્વાતંત્ર્ય દરજ્જો આપવાનો નિર્ણય : વધુમાં જણાવ્યું કે, આઝાદી બાદ આ મત્સ્ય ઉપેક્ષિત વિભાગ તરીકે રહ્યો છે. આઝાદી બાદથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી એટલે કે, 1947થી 2014 સુધી આ વિભાગમાં ભારત સરકાર દ્વારા અત્યાર સુધીનો ખર્ચ કુલ 3680 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાને આ વિભાગનું આર્થિક મહત્વ, સામાજિક કંટ્યૂબરેશન, ભૌગોલિક, ગ્રામીણ અર્થતંત્રની દ્રષ્ટિએ સૌપ્રથમ વખત સ્વાતંત્ર્ય દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને આ મત્સ્ય યોજના નામની એક યોજના આપી તે યોજના જ 20 હજાર કરોડ રૂપિયાની છે. ઇન્સ્ત્રા સ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે 750 કરોડ રૂપિયાની અલગથી એક ફંડ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્લુ લિયોશનના અંતર્ગત 5 હજાર કરોડ રૂપિયાની એક યોજના લાગુ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : દરિયાની ઓટના કારણે કેન્દ્રિય પ્રધાન સાગર પરિક્રમામાં 4 કલાક મોડા આવ્યા, આંદોલનો અંગે આપ્યું મહત્વનું નિવેદન

પાકિસ્તાનીઓ દ્વારા અપહરણ લઈને નિવેદન : માછીમારોનું પાકિસ્તાનીઓ દ્વારા અપહરણ થતા હોવાને લઈને નિવેદન આપ્યું હતું કે, ભારત કોસ્ટલ એરિયાની સાથે પાકિસ્તાન અને શ્રીલંકા આ બંને જગ્યાઓ પર આ પ્રકારના બનાવ બનતા હોય છે. જેથી અમે અમારા વિભાગ તરફથી માછીમારોમાં જાગૃતતા આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માછીમારોને ડિવાઇઝ આપવામાં આવ્યો છે. જેથી તેમને ખ્યાલ આવે કે તેઓ હવે આપણા દેશની સીમા પુરી કરી રહ્યા છીએ. તેમ છતાં આ પ્રકારની ઘટના બની જતી હોય છે, ત્યારબાદ અમે આ પ્રકારની ઘટનાને સોલ્વ કરવા માટે વિદેશ વિભાગો સાથે મળીને ચર્ચાઓ કરીએ છીએ. આ પ્રકારના ચર્ચાઓથી બંને દેશોના ધારા ધોરણોથી માછીમારો છૂટે પણ છે. જેની માટે માછીમારોને સહન કરવાનો વારો પણ આવે છે આ વાત સાચી છે.

આ પણ વાંચો : નર્મદા પરિક્રમા કરવા નીકળેલ શ્રદ્ધાળુઓની એક બોટ દિશા ચૂકી લવાછા દરિયાકાંઠે આવી પહોંચી

ઝીંઘા તળાવને લઈને આપ્યું નિવેદન : ઝીંઘા તળાવ ગેરકાયદેસર છે. એમાં સ્થાનિક તંત્ર જોડે ચર્ચા કરવી જરૂરી છે, પરંતુ એના કારણે માછીમારોને ના થાય તેની અમારે ધ્યાન રાખવું જરૂરી છે. આ કુદરતી પ્રવૃત્તિઓ છે. ઝીંઘા તળાવની વાત છે એમાં રેવન્યુ એથોરિટીએ ચેક કરી વખતો વખતે જમીનોની જેમ ચાલે છે તેમ એમાં પણ કોઈ નિયમ બનાવી દેવા જોઈએ. તેથી આ પ્રકારની સમસ્યાઓનો લોકોને સામનો કરવાનો વારો ન આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.