ETV Bharat / state

Surat News : ડુમસમાં લુપ્ત થતી પ્રજાતિ ચિતલનો શ્વાને કર્યો શિકાર, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો

author img

By

Published : Apr 25, 2023, 9:29 PM IST

સુરતના ડુમસ વિસ્તારમાં મૃત્યુ પામેલું ચિતલ મળ્યું છે. ચિતલની લુપ્ત થતી પ્રજાતિ શ્વાનના આતંકનો શિકાર બની છે. અગાઉ પણ અન્ય પ્રાણીઓ શ્વાનના આતંકનો શિકાર બનતા હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Surat News : ડુમસમાં લુપ્ત થતી પ્રજાતિ ચિતલનો શ્વાને કર્યો શિકાર, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
Surat News : ડુમસમાં લુપ્ત થતી પ્રજાતિ ચિતલનો શ્વાને કર્યો શિકાર, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો

સુરત : શહેરના ડુમસ વિસ્તારમાં વન્ય પ્રાણી ચિતલનો શ્વાને શિકાર કરતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેના મૃતદેહને વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. ચિત્તલને સ્પોટેક ડિયર તરીકે ઓળખવામાં આવે છે. શહેર વિસ્તારમાં આ લુપ્ત થતી પ્રજાતિ શ્વાનના આતંકનો શિકાર બની છે. જે એક ચિંતાનો વિષય છે. અગાઉ પણ આ વિસ્તારમાં શ્વાનના આતંકના શિકાર અન્ય પ્રાણીઓ બની ચૂક્યા છે જેથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો : સુરત શહેરના છેવાડાના વિસ્તાર ગણાતા ડુમસમાં કોઈએ વિચાર્યું પણ નહોતું કે વન્ય પ્રાણી ચિતલ જોવા મળશે. પરંતુ ચિતલનો શિકાર આ વિસ્તારના શ્વાનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ચિત્તલ અને સ્પોટક ડિયર વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ શિડયુલ એકમાં આવતું પ્રાણી છે. શિડયુલ એકમાં આવનાર પ્રાણીઓ વન ક્ષેત્રમાં લુપ્ત થનાર પ્રાણીઓમાં સામેલ હોય છે .જેથી અનુમાન લગાવી શકાય કે ચિત્તલ કેટલું મહત્વપૂર્ણ પ્રાણી છે.

વાછરડાનો શિકાર શ્વાન દ્વારા કરવામાં આવ્યો : ડુમસ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોએ મૃત અવસ્થામાં ચિત્તલ જોઈ આ અંગેની જાણકારી વન વિભાગને કરી હતી. અગાઉ આ વિસ્તારમાં ક્યારે પણ ચિતલ જોવા મળ્યું ન હતું, પરંતુ જ્યારે જોવા મળ્યું ત્યારે તે મૃત અવસ્થામાં હતું. જેથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કારણ કે ચિતલનો શિકાર ત્યાંના શ્વાનો દ્વારા કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આવી જ ઘટના બની ચૂકી છે અને ત્યાં ગાયના વાછરડાનો પણ શિકાર શ્વાનો દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Kamati Baug Zoo : વડોદરામાં કાળઝાળ ગરમીમાં અબોલ પશુ પક્ષીઓના રક્ષણ માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા

વન વિભાગના અધિકારીઓ : ડુમકા માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા ભરતભાઈએ સૌપ્રથમ આ મૃત અવસ્થામાં ચિતલને જોયા હતા. ત્યારબાદ ભરતભાઈએ ગામના લોકોને આ અંગે જાણકારી આપી હતી. ભરતભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ ક્યારે પણ આ વિસ્તારમાં ચિતલ જોવા મળ્યું ન હતું. તેને જોઈ અમે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, પરંતુ તે મૃત અવસ્થામાં હોવાના કારણે અમે વન વિભાગને જાણકારી આપી હતી. વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક અહીં આવી ગયા હતા. ચિતલનો શિકાર શ્વાનો દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Royal Bengal Tiger: રોયલ બેંગાલ ટાઇગર હવે જોવા મળશે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં

પોસ્ટમોર્ટમ કરવામાં આવશે : સુરતના DFO આનંદ કુમારે જણાવ્યું હતું કે, સ્થાનિકો દ્વારા અમને જાણકારી આપવામાં આવી હતી કે આ ઘટના બની છે. જેથી વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્પોટેક ડિયરનું મૃત્યુનું કારણ શું છે. તે અંગે અમે તપાસ કરી રહ્યા છે. તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. રીપોર્ટ બાદ ખબર પડશે કે એનું મૃત્યુ પાછળનું કારણ શું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.