સુરત : શહેરના સૈયદપુરા વિસ્તારમાં કાશ્મીરી દંપત્તિનું ચાર વર્ષીય પુત્ર ગુમ થઈ ગયો હતો. પોલીસે આ કાશ્મીરી દંપતીની મદદ કરી હતી. સુરત લાલગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે માત્ર બે કલાકમાં બાળકની શોધખોળ કરી લીધી હતી. ગુમ થયેલા બાળક બે કલાક બાદ સુરતના ઉધના વિસ્તારથી મળી આવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો : કાશ્મીરથી સુરતમાં રમજાન માસમાં ભીખ માંગવા માટે આવેલા દંપત્તિનું ચાર વર્ષે પુત્ર સુરત શહેરના સૈયદપુરા તુરાવા મહોલ્લામાં આવેલ મસ્જિદ નજીકથી ગુમ થઈ ગયું હતું. બાળક ગુમ થઈ જતા દંપત્તિએ ફરિયાદ નોંધાવાનું ટાળ્યું હતું. જોકે લાલગેટ પોલીસને સીસીટીવીમાં આ બાળક કોઈ અજાણને બુરખાધારી મહિલાની આંગળી પકડીને જતો દેખાયો અને પોલીસે અપહરણની આશંકા રાખી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
ભીખ માંગી ગુજરાન ચલાવતા હતા : આ અંગે લાલગેટ પોલીસના ઇન્સ્પેક્ટર એન .એચ.બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, કાશ્મીરથી સુરત રમઝાન મહિનામાં ભીખ માંગવા માટે કાશ્મીરી પરિવાર આવ્યું હતું. તેઓ જીમખાના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રહી રહ્યા હતા. પરિવારમાં એક દંપત્તિ શહેરના સૈયદપુરા તુંરાવા મોહલ્લા નજીક ભીખ માંગી ગુજરાન ચલાવતા હતા. આ વચ્ચે તેમનો બાળક ગુમ થઈ ગયું હતું. તેઓએ આ અંગે લાલગેટ પોલીસ મથક આવીને સમગ્ર ઘટનાક્રમ અંગે જાણ કરી હતી. જોકે ફરિયાદ આપવાનું ટાળ્યું હતું.
આ પણ વાંચો : Missing minor girls: સૌરાષ્ટ્રમાંથી સગીરાઓ ગુમ થવાના મામલે હેબિયસ કોપર્સમાં થયો ચૂકાવનારો ખુલાસો
સીસીટીવી ફૂટેજની તપાસ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીરી દંપતિ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર અમે આ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે આ બાળક એક બુરખાધારી મહિલાની આંગળી પકડીને ચાલી રહ્યો છે. અમને આ શંકા ગઈ કે બાળકનું અપહરણ થયું છે. આ દરમિયાન રાત્રિના સમયે 12:30 વાગે મહિલા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરને ઉધના બસ સ્ટેશન વિસ્તારમાંથી એક બાળક મળી આવ્યું હતું.
આ પણ વાંચો : Rajkot Documents Missing: વાવડીના દસ્તાવેજ હજુ પણ લાપતા, તપાસનો ધમધમાટ શરૂ
બે દિવસ બાદ કાશ્મીર જવાના હતા : પીઆઇ બ્રહ્મ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, બાળકો કોનો છે ? તે અંગે સ્થાનિક લોકો પૂછપરછ કરી રહ્યા હતા અને તે દરમિયાન આ બાળક શહેરના સૈયદપુરાથી ગુમ થયેલું હોય તેવી પુષ્ટિ થઈ હતી. ગુમ થયેલા બાળકને તેના માતા પિતાને સોંપી દેવાયું હતું. આ કાશ્મીરી દંપતી બે દિવસ બાદ કશ્મીર જવાના હતા. જેથી તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે સીસીટીવીમાં બાળકો મહિલા સાથે દેખાતા પોલીસને અપહરણની આશંકા હતી અને પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.