સુરત : શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ભાવેશ હરસોરાનો પુત્ર હર્ષપરા હરસોરા કિરણ પાર્ક સોસાયટીમાં સાઈકલ ચાલી રહ્યો હતો. ત્યારે બમ્પર આવતા સાઈકલનું ટાયર નીકળી જતા તેઓ નીચે પડ્યો હતો. બાળક રોડ પર પટકાતા બેભાન થઈ ગયો હતો. બાળક બેભાન થઈ જતા લોકો દોડી આવ્યા હતા. બાળકને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ : સુરતમાં માતા પિતા માટે સાવચેત કરતો વિડીયો સામે આવ્યો છે. CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, નાનો છોકરો સાયકલ થોડી વાંકી ચુકી ચલાવીને આવી રહ્યો છે. બમ્પર આવતા તે સાઈકલને આગળના ભાગેથી ઉછાળે છે અને તરત જ સાઈકલ ગોળ ફરી નીચે પડે છે. તેની સાથે બાળક પણ નીચે પટકાય છે અને બેભાન થઈ જાય છે. જોકે આ ઘટનાને 10 સેકન્ડ સુધી કોઈ આવતું નથી, પરંતુ ત્યારબાદ લોકો દોડી આવે છે. બાળકને ઉંચકે છે.
આ પણ વાંચો : Bhavnagar News : ભરચક વિસ્તારમાં યુવાન પટકાયો કે આત્મહત્યા? ત્રીજા માળેથી લોહીના દ્રશ્યો મળ્યા
બાળકના પિતાએ શું કહ્યું : આ બાબતે બાળકના પિતા ભાવેશ હરસોરાએ જણાવ્યું કે, આ મારો છોકરો છે. હર્ષપરા હરસોરા જે સાઈકલ ચલાવી રહ્યો હતો અને બમ્પર આવતા સાઈકલનું વ્હીલ નીકળી જતા તે નીચે પડી ગયો હતો. તેના માથા અને ગાલના ભાગે ગંભીર જાઓ પહોંચી છે. તેથી તેને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સારી છે. પરંતુ આ રીતે કોઈ બાળકો સાઈકલ ન ચલાવે તેની ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સાયકલનું મહીપર મેન્ટેનન્સ કરવું જરૂરી છે. નાના છોકરાઓને આ બાબતે ખ્યાલ આવતો નથી અને તેઓ જ સાયકલ ચલાવવા લાગે છે.
આ પણ વાંચો : 70 ફૂટ ઉંચાઇથી પટકાતા યુવકનું મૃત્યુ, પરિજનો મૃતદેહ લઇ કલેક્ટર કચેરી પહોંચ્યા
સાઇકલ ઉંધી થઈ જતા હું પડી ગયો હતો : આ બાબતે ઈજાગ્રસ્ત થયેલા બાળકે જણાવ્યું કે, સાઈકલ ચલાવી રહ્યો હતો, ત્યારે બમ્પર આવતા સાઈકલનું ટાયર નીકળી ગયું હતું. સાઈકલ ઉંધી થઈ જતા હું પડી ગયો હતો. ત્યારબાદ શું થયું મને ખ્યાલ નથી પણ હાલ મારી તબિયત સારી છે.