ETV Bharat / state

Surat Crime : સુરતમાં સોનાના વેપારીને આવી રીતે છેતરી ગઇ ગેંગ, 66.55 લાખનો ચુનો લગાવી ગયા - Cheating with merchant in Surat

સુરતમાં રીક્ષા ડ્રાઈવર, ફોટોગ્રાફર અને મજૂર ભેગા મળીને એક વેપારીને 66.55 લાખમાં ઉતારી દીધા હતા. આ શખ્સો નકલી ઓળખ સાથે લોભાવની વાતો કરીને ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારે આ મામલે 3 ભેજાબાજોની ધરપકડ કરી અને બે શખ્સોની પોલીસ શોધખોળ કરી રહી છે.

Surat Crime : રીક્ષા ડ્રાઇવર, ફોટોગ્રાફર અને મજૂરે મળીને સુરતના વેપારીને 66.55 લાખમાં ઉતારનાર ઝડપાયા

author img

By

Published : May 3, 2023, 10:45 PM IST

સુરતમાં રીક્ષા ડ્રાઈવર, ફોટોગ્રાફર અને મજૂર ભેગા મળીને એક વેપારીને 66.55 લાખની છેતરપીંડી કરી

સુરત : રીક્ષા ડ્રાઈવર, ફોટોગ્રાફર અને મજૂર સહિત અન્ય લોકોની ટોળકીએ સુરતના વેપારીને મેટલ ગોલ્ડ કંપનીના ગોલ્ડ ઓપરેશન હેડ તરીકે ઓળખ આપી 66.55 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સુરત સાઇબર ક્રાઇમે આ ત્રણ ભેજાબાજોની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય બે લોકોની શોધખોળ પોલીસ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો : ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરવાથી અનેક લાભ થશે તેવી લોભામણી લાલચ આપનાર અને ઓનલાઈન છેતરપિંડી કરનાર ત્રણ ભેજાબાજોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ 66.55 લાખ રૂપિયા રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને છેતરપિંડીનેના ગુનાને અંજામ આપ્યા હતા. પોલીસે આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી 25.96 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે.

ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી : સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ એવા આરોપીઓની ધરપકડ કરી છે કે, જેઓ લોકોને પહેલા ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરવા અંગે અનેક લાભો જણાવતા તેમજ લોભાવની વાતો કરતા હતા. ત્યારબાદ તેઓ લાખો રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરતા હતા. આરોપીઓએ સુરતના એક વેપારીને પણ આવી જ લાલચ આપી હતી. તેઓએ પહેલા ફરિયાદી સાથે વોટ્સએપમાં વાતચીત કરી હતી.

આ પણ વાંચો : Chardham QR code: ભક્તોની આસ્થા સાથે રમત, બદ્રીનાથ-કેદારનાથમાં QR કોડના હોર્ડિગ લગાવીને કરાઇ છેતરપિંડી

હેડ ઓફ ગોલ્ડ ઓપરેશન તરીકે ઓળખ : આ સમગ્ર બાબતે સાયબર ક્રાઇમના ACP યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ ગેંગના મુખ્ય આરોપીએ ફરિયાદીને પોતાની ઓળખ મેટલ ગોલ્ડ કંપનીના એસલી એન્ડરસન હેડ ઓફ ગોલ્ડ ઓપરેશન તરીકે આપી હતી. તેને લોભાવની લાલચો પણ બતાવી હતી. આરોપીએ ફરિયાદીને એક લિંક મોકલીને એકાઉન્ટ બનાવી તેને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં RTGS મારફતે તેને અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા પણ મંગાવ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad Crime : ઔડાના મકાન અપાવવાના નામે ગરીબો પાસેથી રૂપિયા પડાવી આરોપી રફૂચક્કર

એસલી એન્ડરસને તેને ટેકનીકલ સમસ્યા બતાવી : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ જ્યારે થોડા રૂપિયા વિડ્રોલ કરવા અંગેની રિક્વેસ્ટ કરી હતી તો આરોપી એસલી એન્ડરસને તેને ટેકનીકલ સમસ્યા તેમજ એક્સ અંગેની મુશ્કેલીઓ કારણ જણાવી ખોટું બોલ્યો. તેમજ તેની પાસેથી 65.55 લાખ રૂપિયા પરત ન કરી ઓનલાઈન છેતરપિંડી પણ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વ લેન્સના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી 32 વર્ષીય મોહમ્મદ સલમાન ફોટોગ્રાફર છે, જ્યારે 28 વર્ષીય આરોપી જુબેર રિક્ષા ડ્રાઇવર છે. એટલું જ નહીં ત્રીજો આરોપી 30 વર્ષે ઈકબાલ મજૂરી કરે છે અને આ કેસમાં અન્ય બે આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.