ETV Bharat / state

Surat News: સુરતમાં કેન્દ્ર સરકારના વિરોધમાં સિટી બસ અને બીઆરટીએસ ડ્રાયવર્સ પણ જોડાયા, 5 કિમી સુધી ટ્રાફિકજામ - મેયર

કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન કેસમાં સજાની નવી જોગવાઈ કરી છે. જેનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે. સુરત શહેરની અંદર પર ભારે વાહનોના ચાલકો અને માલિકોએ વિરોધ નોંધાવ્યો છે. સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાયવર્સ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. ચક્કાજામને પગલે 5 કિમી સુધી ટ્રાફિક જામ થયો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Surat Central Govt Oppose Heavy and Commercial Vehicles 5 Km Traffic Jam

સિટી બસ અને બીઆરટીએસ ડ્રાયવર્સ પણ વિરોધમાં જોડાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 6:16 PM IST

સુરતમાં કેન્દ્ર સરકારના વિરોધમાં ચક્કાજામ, 5 કિમી લાંબો ટ્રાફિક જામ

સુરતઃ રાજ્યમાં ઠેર ઠેર કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન કેસમાં સજાની જે નવી જોગવાઈ કરી છે તેનો વિરોધ થઈ રહ્યો છે. ભારે વાહનો અને કોમર્શિયલ વાહનોના ડ્રાયવર્સ અને ઓનર્સ ચક્કાજામ કરીને વિરોધ કરી રહ્યા છે. આવામાં સુરત શહેરની અંદર પણ આ વિરોધની જવાળા ફેલાઈ ચૂકી છે. જેમાં શહેરના સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાયવર્સ જોડાઈ જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેયરે પણ અપીલની સાથે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

સુરતના અનેક વિસ્તારોમાં હડતાળોઃ સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાયવર્સ પણ હડતાળમાં જોડાતા નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના સચિન જીઆઈડીસી અને હજીરા વિસ્તારમાં પણ ટ્રક અને ટ્રેલર્સ જેવા ભારે વાહનોના ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે. આ ચક્કાજામને પરિણામે ગંભીર ટ્રાફિક સમસ્યાઓ પેદા થઈ હતી. જો કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ટ્રાફિક ક્લીયર કરાવવો પડ્યો છે. સિટી બસ અને બીઆરટીએસ બસની હડતાળને પરિણામે 3 દિવસમાં સુરત મનપાને કરોડો રુપિયાનું નુકસાન થયું છે. આ હડતાળને પરિણામે સુરતના નાગરિકોને હાલાકી પડી રહી છે. રિક્ષા ચાલકો બેફામ ભાડુ વસૂલી રહ્યા છે.

ડ્રાયવરનો પગાર 15,000 રુપિયા છે તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા લાખોનો દંડ અને 10 વર્ષની સજા આકરી છે. અમારા છોકરાનું શું થશે?...(ડ્રાયવર, વિરોધ પ્રદર્શન કર્તા, સુરત)

બચ ચાલકો હડતાળ પર ઉતર્યા છે તે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. બસ સમયસર શરુ થાય તે માટે સૂચના પણ આપી દેવાઈ છે. યુનિયન ખોટી રીતે બસ બંધ કરાવશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. આ હડતાળને પરિણામે નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રિક્ષા ચાલકો અત્યારે બમણું અને 3 ગણું ભાડું વસૂલી રહ્યા છે. જે અયોગ્ય છે...દક્ષેસ માવાણી(મેયર, સુરત)

  1. Valsad News : સરકારના નવા કાયદાને લઈ વાપી જીઆઈડીસીમાં જાહેર માર્ગ પર ક્રેન મૂકી ચક્કાજામ કરાયો
  2. Kutch News: સામખિયાળી ચેક પોસ્ટ પર કેન્દ્ર સરકારના નવા નિયમોના વિરોધમાં 'ચક્કા જામ', ટોળા સામે ફરીયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.